દિવાળી પછી લાભપાંચમથી ટ્રાફિક પોલીસ નહીં કરી શકે તોડબાજી

492 Views

સામાન્ય રીતે જ્યારે ટ્રાફિક પોલિસ કોઈ વ્યક્તિને પકડે ત્યારે પોલિસ મોટી મોટી કલમ દેખાડીને વાહનચાલક પાસેથી મસ્ત મોટો દંડ વસૂલ કરવાનો પ્રતયત્ન કરતા હોય છે. આવા સમયે તેઓના પ્રયત્નો સફળ પણ થઈ જતા હોય છે. જ્યારે હવે આધુનિકતાના સમયમાં ડીજીટાલાઈઝેશન યુગની સતર્કતાના પ્રયત્નોથી હવે શહેર ટ્રાફિક પોલીસ હવે ડીજીટલાઈઝ પાયલોટ પ્રોજેક્ટ થકી મોબાઈલ એપ્લિકેશનથી દંડ વસૂલાત કરશે.

ઉચ્ચ સ્તરે એવી ફરિયાદ મળી હતી કે, આ પ્રકારે દંડ વસુલાતમાં અનેક ટ્રાફિક પોલીસ કર્મચારીઓ દંડની વધુ રકમ બતાવતાં હોય છે. બેથી પાંચ હજાર રુપિયા જેવી તોસ્તાન દંડની રકમ બતાવી તોડબાજી કરી પછી મૂળ રકમનો દંડ વસૂલવામાં આવતો હતો અથવા તો બારોબાર માંડવાળ કરી રોકડ રકમ ખિસ્સામાં સેરવી લેવાતી હોય છે.

દિવાળી પછી લાભપાંચમથી પોલીસ પાસે રહેનારાં મોબાઈલ ફોનની એપ્લિકેશનમાં વાહનચાલકે જે નિયમભંગ કર્યો હોય તેની વિગત લખવામાં આવશે. વાહનચાલકને પણ પોતે જે નિયમભંગ કર્યો હોય તેની તે મુજબનો દંડ જ ઓનલાઈન આવી જશે. દંડની રકમનું તેનું પેમેન્ટ પણ ઓનલાઈન કરાશે તો ઈ-રિસીપ્ટ મોબાઈલ ફોનમાં મેસેજ સ્વરૂપે તરત મળી જશે.

ટ્રાફિક પોલીસ અધિકારીઓને આશા છે કે, અત્યારે અનેક વાહનચાલકોને તેમણે અનેક નિયમભંગ કર્યા હોવાનું કહીને બે-પાંચ હજાર જેવી દંડની રકમ દર્શાવવામાં આવતી હોય છે. થોડી રકમનું સેટલમેન્ટ એટલે કે તોડબાજી કરી લાલચ રાખીને અમુક ટ્રાફિક પોલીસ કર્મચારી દંડની રકમ  ઘટાડી આપવાનું નાટક કરે છે. હવે, વાહનચાલક પોતે જ ક્યા નિયમ તોડયા હોય એ જાણતો હોય અને એ જ વિગત મોબાઈલ એપ્લિકેશનમાં ટીક કરાય તે જોઈ શકશે. આ વિગત આધારે ખરેખર અને નિશ્ચિત દંડ જ વસૂલ કરવાની રહેશે.

ટ્રાફિક પોલીસને પણ પૈસા સાચવવાથી મુક્તી

શહેર ટ્રાફિક પોલીસ આધુનિકતા તરફ આગેકદમ કરી રહી છે તેનો ફાયદો નાગરિકો સાથે ટ્રાફિક પોલીસને પણ થવાનો છે. ટ્રાફિક પોલીસને અત્યારે દંડની રકમની પાવતીની બૂક સાચવવી પડતી હોય છે. આ બૂક આખી ભરાઈ જાય ત્યાં સુધી દંડની રકમના નાણા પોતાની પાસે રાખવાની જવાબદારી હોય છે. બૂક જમા કરાવતી વખતે નાણા પણ જમા કરાવવા માટે ટ્રાફિક પોલીસ સ્ટેશનના હિસાબી અધિકારી પાસે જવું પડે છે. આ રકમ જમા કરાવ્યા પછી નવી ટ્રાફિક મેમો બૂક આપવામાં આવે છે. ડીજીટલાઈઝ પાયલોટ પ્રોજેક્ટથી ટ્રાફિક પોલીસ પેપરલેસ થશે. ટ્રાફિક પોલીસ મોબાઈલ ફોનમાં એન્ટ્રી નાંખતાં જ દંડની જે રકમ આવશે તેનું પેમેન્ટ ઈ-વોલેટથી કરી શકાશે. આ સંજોગોમાં ટ્રાફિક પોલીસને પણ પૈસા સાચવવાની ભાંજગડમાંથી મુક્તિ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *