અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું સીએમ રૂપાણી અને રાજ્યપાલે સ્વાગત કર્યું.

299 Views

ગાંધીનગર – કેશુભાઈ પટેલના અવસાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. સવારે 9:45 વાગે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું. જ્યાં સીએમ, રાજ્યપાલ સહિતના નેતાઓ તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા છે. પીએમ મોદી એરપોર્ટથી સીધા કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇને તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવ્યું છે.

            તેમજ ગુજરાતી ફિલ્મજગતના બે ધુરંધર કલાકારો એવા નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાનું એક જ સપ્તાહમાં નિધન થયું છે. વડાપ્રધાન મોદી ગુજરાતી ફિલ્મોના કલાકારો મહેશ અને નરેશ કનોડિયાના નિધનથી તેમના ઘર કનોડિયા મેન્સન ખાતે પણ પહોચ્યા અને ત્યાં કનોડિયા બંધુઓને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ કનોડિયા ભાઈઓના પરિવારજનો સાથે મુલાકાત પણ કરી.

 

 

પ્રાપ્ત માહિતી મુજબ બપોરના 12 કલાકે પીએમ મોદી ગાંધીનગરથી સીધા કેવડિયા જવા રવાના થશે. 

 

 

       સવારે 9.45 કલાકે પીએમ મોદીનું વિશેષ વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ત્યાં સીધા મોટર માર્ગે તેઓ ગાંધીનગર પહોંચ્યા. અમદાવાદ એરપોર્ટ પર પીએમના સ્વાગત માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ટોચના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાન મોદી વીવીઆઈપી ગેટથી મોટરમાર્ગે ગાંધીનગર જવા રવાના થયા હતા. કોરોના કાળમાં પીએમ મોદીએ તેમના પ્લેનમાંથી ઉતરતા જ માસ્ક પહેર્યું હતું અને તેમના આવકારવા  માટે ઉપસ્થિત સરકારના ટોચના નેતાઓ વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળ્યું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *