માત્ર 9 મહિલાનામાં તમામ યુનિટ્સનું વેચાણ, SUV કારને ભારતીયઓનો જોરદાર પ્રતિસાદ
નવી દિલ્હી : Skodaની કાર Karoqને ભારતીયોએ ખુબ જ પ્રતિસાદ આપ્યો છે. કંપની દ્વારા Skoda Karoq આ વર્ષના મે મહિનામાં જ લોન્ચ કરાઈ છે. જે 5 સીટર SUV ગ્રુપની કાર છે. મહત્વની વાત એ છે કે કંપની માત્ર 1000 યુનિટ્સ વેચાણ માટે માર્કેટમાં લાવી છે. જોકે ભારતીયોને આ કાર એટલી બધી પસંદ પડી કે કંપનીની તમામ Skoda Karoqનું માત્ર 9 મહિનામાં વેચાણ થઈ ગયું છે. કંપનીએ ભારતમાં આ કારના લિમીટેડ યુનિટ્સ માર્કેટમાં ઉતાર્યા હતા. આ યુનિટ્સ ભારતમાં કમ્પ્લીટલી બિલ્ટ યુનિટ્સ તરીકે લાવવામાં આવ્યા હતા.
Skoda Karoqના ફિચર્સ અને કિંમત
Skoda Karoq 5 સીટર SUV છે. આ માત્ર ફુલ લોડેડ વર્ઝનમાં ઇન્ડિયન માર્કેટમાં ઉતારવામાં આવી હતી, જેની કિંમત 24.99 લાખ રૂપિયા છે. તેમાં 1,5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 148 bhp પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 7-સ્પીડ DSG ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. કંપનીનો લોન્ચ કરી ત્યારે દાવો કર્યો હતો કે, આ SUV ફક્ત 9 સેકંડમાં કલાક દીઠ 0થી 100 કિમીની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ કલાક દીઠ 2020 કિમી છે અને તેની એવરેજ લિટર દીઠ 14.49 કિમી છે. આ કારમાં પેનોરમિક સનરૂફ, વર્ચ્યુઅલ કોકપિટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેનટ્ ક્લસ્ટર, 17 ઇંચના એલોય વ્હીલ્સ, LED હેડલાઇટ્સ, 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડ્યુઅલ ટોન ક્લાઇમેટ કન્ટ્રોલ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. સેફ્ટી માટે SUVમાં 9 એરબેગ્સ, ABS EBD, બ્રેક આસિસ્ટ, ESC, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ફ્રંટ અને રિઅર પાર્કિંગ સેન્સર્સ અને રિઅર પાર્કિંગ કેમેરા જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.