ભાજપના ત્રણ નેતાઓની જમ્મુ કાશ્મીરના ફુલગામમાં આંતકીઓએ કરી હત્યા – આતંકી સંગઠન TRFની નવી ધમકી – સ્મશાન ઘાટ પણ ઓવરબુક થઈ જશે

299 Views

આંતકી હુમલો – જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નિશાન બનાવીને હત્યા કરી છે. ગુરુવારે એક આતંકી હુમલામાં ભાજપના ત્રણ આંતકીઓના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક સંગઠને લીધી છે, જેને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ લખીને ધમકી આપી છે.

ગુરુવારે જે ભાજપ કાર્યકર્તાઓની હત્યા કરી દેવાઈ એમાં ફિદા હુસૈન, ઉમર રશીદ બેગ અને અબ્દેર રશીદ બેગ સામેલ છે. સાઉથ કાશ્મીરના કાજીગુડમાં આતંકીઓએ કારમાં સવાર ભાજપના ત્રણ નેતાઓ પર સામેથી ફાયરિંગ કરી દીધું જ્યારે તેઓ ઘરે જઈ રહ્યાં હતા.

 

આતંકી સંગઠન TRFની ધમકી
લશ્કર એ તૈયબાના જ એક સંગઠન ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટ(TRF)એ ગુરુવારે કુલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી લીધી છે. આ આતંકી હુમલામાં ભાજપના નેતા ફિદા હુસૈન, ઉમર હજમ, ઉમર રાશિદની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે. આતંકી સંગઠન TRFએ આ આતંકી હુમલા પછી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ લખી છે,જેમાં ધમકી આપવામાં આવી છે કે સ્મશાન ઘાટ પણ ઓવરબુક થઈ જશે.

લશ્કર એ તૈયબાના જ સંગઠન TRFને છેલ્લા થોડાક વખત પહેલા જ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં જમ્મુ-કાશ્મીરના સ્થાનિક આતંકીઓનો સમાવેશ થયો છે. આ સંગઠન સોશિયલ મીડિય પર પણ એક્ટિવ છે અને ત્યાં પોતાનું બ્રાન્ડિંગ કરી રહ્યું છે જે હિસ્દુસાન દેશ માટે જોખમી છે.

 

અત્યાર સુધી આઠ ભાજપના નેતાઓની હત્યા
જૂનથી માંડી અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં આઠ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હત્યા થઈ છે. જે હજુ આવા આંતકી હુમાલાઓનું અટકવાનું નામ નથી લઈ રહી. આતંકીઓ તરફથી જાહેરમાં ધમકી આપવામાં આવી રહી છે કે ઘાટીના યુવા ભાજપ સાથે ન જોડાય.

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવાયા પછીથી જ આ સંગઠનને તૈયાર કરવામાં આવ્યું છે, ત્યારપછી તેને હુમલા કરવાના શરૂ કર્યા છે. અત્યાર સુધી સુરક્ષાદળોના કાફલા પર થયેલા અમુક હુમલમાં આ સંગઠનનું નામ આવી ચુક્યું છે, સાથે જ હવે ભાજપ કાર્યકર્તાઓ પર હુમલાની જવાબદારી પણ તેને લઈ લીધી છે. અને લોકો અને સરકારને ખુલ્લે આમ ધમી આપી રહ્યા છે.

મહત્વનું છે કે છેલ્લા થોડાક સમયમાં જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અથવા તેમની સાથે જોડાયેલા લોકો પર આતંકી હુમલામાં વધારો થયો છે. જૂન 2020થી અત્યાર સુધી આવા જ હુમલામાં આઠની આસપાસ ભાજપના નેતાઓની હત્યા કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *