મોરબીમાં બે દિવસથી GSTના દરોડા અને તપાસ, કરોડો રૂપિયાની કરચોરી ખૂલવાની સંભાવનાના સૂત્રો

239 Views

 

મોરબી –     દિવાળી પર્વ નજીક આવતાની સાથે જ જીએસટી વિભાગે કરચોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. તે અંતર્ગત મોરબીમાં ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ગુપ્ત ઓપરેશન બે દિવસથી ચાલી રહ્યું છે. તપાસ બાદ કરોડો રૂપિયાની ટેક્સચોરી બહાર આવવાની સંભાવના વર્તાઈ રહી છે. સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ State GSTની અન્વેષણ વિંગ દ્વારા બુધવારે સાંજથી અત્યંત ગુપ્ત રીતે મોરબીમાં મોટાપાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મોરબી ઉપરાંત આજુબાજુના સિરામિક અને ટાઈલ્સના વેપારીઓને ત્યાં પણ ટીમ ઓપરેશન માટે પહોંચી હતી. અંદાજિત 40 જેટલા સિરામિક અને ટાઈલ્સના એકમોને ત્યાં તપાસ કરવામાં આવી છે. આ તપાસ આજે પૂરી થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *