રાજકોટ – લાંચમાં પકડાયેલા નશાબંધી કચેરીનો હેડક્લાર્ક રમેશ મજેઠિયાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

221 Views

રાજકોટ – લાંચ રુશ્વત વિરોધી શાખાની ઝુંબેશમાં બુધવારે શહેરની નશાબંધી અને આબકારી કચેરીના હેડ ક્લાર્ક રમેશ હરિભાઇ મજેઠિયાને રૂ. 2 હજારની લાંચ લેતા પકડી પાડ્યો હતો. હેડ ક્લાર્ક રમેશ મજેઠિયાએ હેલ્થ પરમિટ રિન્યૂ કરવાના બદલામાં છ હજારની લાંચ માગી હતી. રકઝકના અંતે બે હજારમાં નક્કી થયા બાદ તે રકમ સ્વીકારતા એસીબીની ટીમે ઝડપી લીધો હતો. લાંચ લેતા પકડાયેલા હેડ ક્લાર્ક ઘણું છુપાવતા હોય એસીબી પીઆઇ એમ.એમ.સરવૈયાએ પૂછપરછ કરવા રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે હેડ ક્લાર્ક રમેશ મજેઠિયાને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરી એસીબી હવાલે કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *