દાહોદ ક્રાઈમ સમાચાર – મહિલા મકાઇ કપાવવા વતન ભીલવા જતાં તસ્કરોએ મકાનમાં ચોરી કરી ફરાર

1,863 Views

દાહોદ – મોટીસારસી ગામે એક બંધ મકાનના દરવાજાનું તાળું તોડી તસ્કરોએ તીજોરીમાંથી 9500 રૂપિયાની કિંમતના ચાંદીના દાગીનાની ચોરી ફરાર થઇ ગયા હતાં. મકાઇ કપાવાની હોવાથી મહિલા વતન ભીલવા જતાં તસ્કરોએ લાભ લીધો હતો.

ભીલવાના વતની ભારતીબેન ગણાવા સંતાનોના અભ્યાસ માટે મોટીસારસી શ્રીનાથજી સોસાયટીમાં રહે છે. ભીલવા ગામે ખેતરમાં મકાઇ કપાવવાની હોવાથી તેઓ મોટી સારસી સ્થિત ઘર બંધ કરીને વતન ગયા હતાં. તેનો લાભ લઇને તસ્કરોએ તેમના મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરીને તમામ સામાન વેરવીખેર કરી નાખ્યો હતો. મકાનની અંદર મુકી રાખેલી તીજોરી તોડીને તે ફંફોસી કાઢી હતી. તીજોરીમાં મુકી રાખેલા સોના-ચાંદીના 9500 રૂપિયાની કિંમતના દાગીના ચોરીને તેઓ ફરાર થઇ ગયા હતાં. દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *