Dahod – ધર્માંતરિત લોકોનું અનામત સમાપ્ત કરવા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા દાહોદમાં કલેક્ટરને સંબોધીને આવેદન અપાયું

1,667 Views

Dahod = દાહોદ જનજાતિ સુરક્ષા મંચ તરફથી દાહોદ જિલ્લા કલેકટરને અનુ. જનજાતિની સુચિમાંથી રૂપાંતરિત આદિજાતિને અપાયેલ અનામતને સમાપ્ત કરવા સંદર્ભે આવેદન અપાયું હતું. વાસ્તવિક આદિજાતિની તુલનામાં આર્થિક અને શૈક્ષણિક રીતે ખૂબ સારી સ્થિતિમાં રહેલા કન્વર્ટ દ્વારા ઘણી સુવિધાઓનો વપરાશ કર્યો છે. ત્યારે આ સંદર્ભમાં જનમત સંગ્રહ કરવા માટે, આદિજાતિ સુરક્ષા મંચ દ્વારા 2009માં શરૂ થયેલ હસ્તાક્ષર અભિયાનમાં 27.67 લાખ આદિજાતિ લોકોએ સહી કરી હતી.

       હવે તાજેતરમાં લોકસભાના સભ્ય દ્વારા આ વિષયને આગળ વધારવા માટે લેવામાં આવેલ એક પ્રશંસનીય પગલું આવકાર્ય છે. દેશની આઝાદીના 73 વર્ષ પછી પણ આદિજાતિના લોકો, આરક્ષણની સુવિધાના મહત્તમ લાભોનો આનંદ માણી રહ્યા છે. 5 દાયકાથી પડતી આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને અનુ. જનજાતિઓ સાથે થઈ રહેલા આને દૂર કરવા અને આ સુચિમાંથી રૂપાંતરિતોને ભારતના રાષ્ટ્રપતિને અગ્રતા મુજબ કાયમી ધોરણે દૂર કરવા વિનંતી કરી હતી.

       આ પગલું ભરવાથી આટઆટલા વર્ષોથી આદિજાતિના જીવનમાં પ્રવર્તતા અંધકારને દૂર કરી તેમના જીવનમાં આશાની નવી કિરણો વહે શકે. જનજાતિ સુરક્ષા મંચના પ્રાંત સંયોજક બળવંતભાઈ રાવત, જિલ્લા સંયોજક રમેશભાઈ કટારા, જનજાતિ આશ્રમના ગુજરાત પ્રાંત મંત્રી રાજુભાઈ ચોર્યા, ધાર્મિક અગ્રણી ધનાભાઇ મહારાજ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિતિમાં અપાયેલા આ આવેદનમાં જણાવ્યું હતું કે 50 વર્ષ પૂર્વે ધર્માન્તરિત લોકોને અનામતની સુવિધા આપવાથી ખરેખર અનુસુચિત સમાજના છે. તેવા લોકોએ અનેક વેદના સહન કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *