આગામી તહેવારો સાવચેતી સાથે ઉજવવા દાહોદના કલેક્ટરની અપીલ

250 Views

          દાહોદ જિલ્લામાં શિયાળાનો પ્રારંભ થઇ ગયો છે. સામાન્ય રીતે પણ શિયાળમાં શરદી ઉધરસના કેસોમાં વધારો થતો હોય છે. પણ આ વખતે કોરોનાકાળ ચાલી રહ્યો હોવાથી નાગરિકોએ વધુ સાવધાની રાખવી પડશે.

       કલેક્ટરે જણાવ્યું કે, દાહોદમાં એવા પણ કેસો ધ્યાને આવ્યા છે કે, પરિવાર સાથે યાત્રામાં ગયા હોય અને પરત આવ્યા બાદ તમામને કોરોના લાગું પડ્યો હોય. મૃત્યુ પછી રાખેલી વિધિમાં સામેલ થયેલા પૈકી 17ને કોરોનાનો ચેપ લાગ્યો છે.

       કોમોરબીડ વ્યક્તિને કોરોના લાગું પડવાથી મૃત્યુના કેસમાં દર્દી બહુ જ મોડેથી સારવાર માટે દાખલ થયાનું નોંધાયું છે. એ બાબતની શીખ આપે છે કે ભીડભાડવાળી જગાએ જવાનું ટાળવું જોઇએ. ભીડમાં કોઇ એસિમ્પટોમેટિક વ્યક્તિથી તમને પણ કોરોના લાગી શકે છે. બહારના જિલ્લામાંથી પરત આવનારાએ તબીયત અંગે તકેદારી રાખવી પડશે. કોરોનાના લક્ષણ જણાય તો ચિંતા કર્યા વીના ટેસ્ટ કરાવો જોઇએ.

       દાહોદના વેપારીને પણ અનુરોધ કર્યા છે કે શાકભાજી, કરિયાણા, દૂધ, હેરકટિંગ કરતા વ્યવસાયી-વેપારીઓને પખવાડિયા કે સમયાંતરે કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જેથી પોતે અને પોતાના ગ્રાહકોને ચેપથી બચાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *