કલોલમાં આગની દુર્ઘટના – દુકાનમાં આગ લાગતા અફરાતફરી: માલસામાનો ખાત્મો

52 Views

ગાંધીનગર  કલોલમાં ગાયોના ટેકરા પાસે આવેલી મહાવીર નમકીન નામની દુકાનમાં બુધવારે રાત્રે આગ લાગી હતી. એકાએક આગ લાગતા આસપાસના લોકોમાં દોડધામ સાથે અફરાતફરી મચી ગઈ હતી. આ દરમિયાન કલોલ પાલિકા અને ONGCના ફાયર બ્રિગેડની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર કલોલના ગાયોના ટેકરા પાસે આવેલી મહાવીર નમકીન નામની દુકાનમાં કે જ્યાં નમકીનનું પ્રોડક્ટસન થાય છે.

આ દુકાનમાં બુધવારની રાત્રે બે ત્રણ વાગ્યાના સુમારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા. અને આગ બુઝાવવા ફાયરબ્રિગેડને કોલ કરવામાં આવતા કલોલ પાલિકા તથા ONGCના ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *