સુરતમાં PUB-G ગેમ રમતા પુત્રને પિતાએ ઠપકો આપતા કર્યું એવું કે…જે જાણીને ચોંકી ઉઠશો તમે પણ

1,568 Views

પબજી ગેમના ક્રેઝમાં અનેક યુવાનો પોતાની કેરિયર બરબાદ કરી રહ્યાં છે. આ ગેમથી ઘણા પરિવારોની ખુશી પણ છીનવાઇ છે. ક્યારેક મોબાઈલ પર દેખાતી સામાન્ય ગેમ પણ જીવવું ઝેર કરી શકે છે. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે. પરંતુ વાત સાચી છે. પબ્જી કે જે એક એવી ગેમ છે કે જેની જો એક વાર કોઇને લત લાગી જાય તો ખાવા- પીવાનું, વાંચવું-લખવું જેવી તમામ ક્રિયાઓમાંથી બ્રેકઅપ થવા લાગે છે. હાલમાં બાળકો  મોબાઇલમાં સતત ગેમ રમતા વધારે જોવા મળી રહ્યો છે.

image source

ચિકિત્સકો દ્વારા પણ આ મામલે સતત જણાવામાં આવી રહ્યું છે આનાથી બાળકોની આંખોને ઘણુ નુકસાન થઇ રહ્યું છે. બાળકોથી લઇને યુવાઓમાં PUB-G ગેમનું આકર્ષણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે. ત્યારે સુરતના ખાતે PUB-G ગેમ મુદ્દે તકરાર થતા યુવકે આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મોબાઈલ ફોન આમ તો બે વ્યકિતના સંપર્કનું કામ કરતો હોય છે. પરંતુ તેનો વપરાશ કઈ રીતે અને કેટલા પ્રમાણમાં કરવામાં આવે છે તેના પર સઘળો મદાર છે.

image source

પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં પિતાએ PUB-G ગેમ રમવા બાબતે ઠપકો આપતા પુત્રએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 24 વર્ષના પુત્રએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી. શહેરના ડિંડોલી વિસ્તારમાં આ ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. પુત્રની PUB-G ગેમ રમવાની આદથી પિતા સતત પરેશાન રહેતા હતા.

image source

ગેમ રમવાનું બંધ કરાવવા પિતાએ અનેક પ્રયાસ કર્યા હતો. જો કે પુત્ર તેમ છતાં પણ સતત આ ગેમ રમતો હતો. ત્યારે પિતાએ PUB-G ગેમ રમવા બાબતે ઠપકો આપતા પુત્રએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જુવાન જોધ 24 વર્ષિય પુત્રએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. પબજીનાં કારણે યુવાનો પોતાની કેરિયર ઉપરાંત ઘરની સુખશાંતિને પણ દાવમાં લગાવી રહ્યાં છે. પબજીની લતમાં આપઘાતના અને હત્યાના બનાવો પણ બન્યાં છે.

ભારતમાં લગભગ 25 ટકા હતા PUBG  યૂઝર્સ

image source

ભારતમાં પબજીના યૂઝર્સની સંથ્યા 25 ટકા હતી.  પબજી  મોબાઈલ અને મોબાઈલ લાઈટ પર પ્રતિબંધ એ સમયે આવ્યો જ્યારે ગેમિંગ પ્લેટફોર્મ પર મહામારીના કારણે યૂઝર્સ બેઝમાં વધારો જોવા મળી રહ્યો હતો. આ પ્રતિબંધ ભારતના રમત અને ગેમર્સના પ્રશંસકો માટે
ઝટકો હતો જે પબજી મોબાઈલના યૂઝરબેઝનો 25 ટકા ભાગ છે.

કંપનીને થયું નુકસાન

image source

ભારતના આા એપ્સ પર પ્રતિબંધ લગાવવા માટે આવનારા દિવસે ચીનની આ ટેક કંપનીની માર્કેટ વેલ્યૂમાં 34 અરબ ડોલર એટલે કે લગભગ 2,48,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.  PUBG   ગેમિંગ એપની મદદથી ભારતમાંથી સૌથી વધારે કમાણી થતી હતી.
રોદ આ ગેમના લગભગ 3 કરોડ એક્ટિવ યૂઝર્સ રહેચા. આ ગેમના સૌથી વધારે એક્ટિવ યૂઝર્સમાં ભારત ટોપ પર રહેતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *