વૈજ્ઞાનિકોનો દાવો: જો તમને પહેલાં આ બીમારી થઈ હશે તો ક્યારે નહિં લાગે કોરોનાનો ચેપ, જાણી લો જલદી તમે પણ આ વિશે

431 Views

કોરોનાની મહામારીએ આખાએ વિશ્વને પોતાની બાનમાં લઈ લીધું છે. રોજ લાખોની સંખ્યામા લોકો આ વાયરસથી સંક્રમિત થાય છે. અને હજારોની સંખ્યામા લોકો આ વાયરસથી મૃત્યુ પામી રહ્યા છે. આજે દુનિયાની એક-એક વ્યક્તિ આ વાયરસથી ભયભીત થઈ ઉઠી છે. કંઈ કેટલાએ લોકોએ પોતાના પ્રિયજનને ખોવાનો વારો આવ્યો છે. બીજી બાજુ વાયરસના અનિશ્ચિત લક્ષણોના કારણે વૈજ્ઞાનિકોને પણ તેની દવા કે રસી શોધવામાં મોડું થઈ રહ્યું છે.

image source

આજે જો સંક્રમિતોના આંકડા પર નજર નાખવા જઈએ તો અત્યાર સુધીમાં લગભગ 4 કરોડ લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 80 લાખ કરતાં પણ વધારે લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે તો બીજી બાજું આ વાયરસના કારણે મૃત્યુ પામેલા લોકોની વાત કરીએ તો તે આંકડો પણ 1.20 લાખને ઓળંગી ગયો છે. અને ભારત માટે ગંભીર વાત એ છે કે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે સૌથી વધારે અસર પામેલા દેશોમા ભારત બીજા ક્રમે આવે છે. અમેરિકા પ્રથમ ક્રમે, બ્રાઝિલ ત્રીજા ક્રમે અને રશિયા ચોથા ક્રમે આવે છે.

image source

દુનિયાના વિવિધ દેશોની પ્રયોગશાળામાં હાલ આ વાયરસને ડામવાની રસી તેમજ દવાઓ શોધવા માટે દીવસરાત પ્રયાસો ચાલી રહ્યા છે. બીજી બાજુ વાયરસને લઈને વિવિધ સંશોધનો પણ હાથ ધરાઈ રહ્યા છે અને દરેક સંશોધનમાં રોજ નવા નવા ખુલાસાઓ જાણવા મળે છે. તાજેતરમાં થયેલા એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે ડેન્ગુ તાવ અને કોરોના વાયરસ વચ્ચે એક અનોખો સંબંધ છે. સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે જે વ્યક્તિને એકવાર ડેન્ગ્યુ થયો હોય તેમને તેમનું શરીર કોરોના વાયરસ સામે લડવા માટે કવચ પુરુ પાડે છે.

image source

સંશોધક ડ્યુક યુનિવર્સિટિના પ્રોફેસર મિગ્યુએલ નિકોલેસની આગેવાની હેઠળ કરવામાં આવ્યો છે અને તેમણે દાવો કર્યો છે કે ડેન્ગ્યુ તાવ અને કોરોના વાયરસ એક બીજા સાથે જોડાયેલા છે. આ સંબંધમાં તેમણે 2019 અને 2020માં ફેલાયેલા ડેન્ગ્યુના રોગચાળાનું ઉદાહરણ આપતા જણાવ્યું છે કે 2019 અને 2020માં જે જે જગ્યાએ ડેન્ગ્યુનો રોગચાળો ફેલાયો હતો ત્યાં ત્યાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું
જોવા મળ્યુ છે. અથવા કહો કે આવા સ્થળોએ કોરોનાનો રોગચાળો ખૂબ જ ધીમી ગતીએ ફેલાઈ રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે બ્રાઝિલમાં ડેન્ગ્યુનો રોગચાળો ખૂબ ફેલાયો હતો. આ સંશોધન દરમિયાન બ્રાઝિલની વસ્તીમાં કોરોના વયારસ અને ડેંગ્યુના ફેલાવાના કારણે શરીરમાં એન્ટિબોડીઝ બન્યા હતા અને આ બન્ને વચ્ચે કોઈ નોંધપાત્ર સંબંધ વૈજ્ઞાનિકોને જોવા મળ્યો છે. 2019માં અને 2020ના વર્ષની શરૂઆતમાં બ્રાઝિલમાં ડેન્ગ્યુના તાવના ઘણા બધા કેસ જોવા મળ્યા હતા.

image source

અને બ્રાઝિલના જે વિસ્તારોમાં ડેન્ગ્યુનો રોગચાળો વધારે ફેલાયો હતો ત્યાં કોરોનાનું સંક્રમણ અન્ય વિસ્તારોની સરખામણીએ ખૂબ જ ધીમું રહ્યું છે. અને તેને જોતાં સંશોધકો દાવો કરી રહ્યા છે કે ડેન્ગુયના કેસ અને કોરોના વાયરસના સંક્રમણની ધીમી ગતિ આ બન્ને બાબતો વચ્ચે ચોક્કસ કોઈ મજબૂત સંબંધ રહેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *