તુર્કીમાં આવ્યો 7.0 તીવ્રતાનો ભૂકંપ, ગ્રીસના દ્વીપો પર પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા

395 Views

તુર્કીના એજિયન સમુદ્ર તટ પાસે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે.

US જિયૉલૉજિકલ સર્વે મુજબ પશ્ચિમી ઇઝમીર પ્રાંતથી 17 કિલોમિટર દૂર 7.0 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે.

હાલ આ ભૂકંપમાં કોઈ જાનહાનિની પુષ્ટિ નથી થઈ પરંતુ તસવીરોમાં જોઈ શકાયું છે કે ઇઝમીર શહેરમાં એક ઇમારત ધ્વસ્ત થઈ ગઈ છે.

1999માં ઇઝમીરમાં આવેલા એક ભૂકંપમાં 17 હજાર લોકોનું મૃત્યુ થયું હતું.

આ ભૂકંપ ગ્રીસના ક્રેટ દ્વીપ પર પણ અનુભવાયો હતો.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં લોકો ધ્વસ્ત થયેલી ઇમારતોમાં ફસાયેલા લોકોને શોધતા જોઈ શકાય છે, જોકે આ વીડિયોની પુષ્ટિ નથી થઈ શકી.

આ હાલ જ બનેલી ઘટના છે અને વધારે વિગતો આવતા એમાં ઉમેરણ કરવામાં આવશે.

 

તુર્કી અને ગ્રીસમાં ભૂકંપના જોરદાર ઝાટકા અનુભવાયાં છે. યુએસ જિયોલોજિકલ સર્વે દ્વારા મળતી માહિતી મુજબ પશ્ચિમી ઇઝમિર પ્રાંતના કાંઠાથી લગભગ 17 કિલોમીટર દૂર 7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.પૂર્વી તુર્કીમાં આવેલા શક્તિશાળી ભૂકંપથી ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે અને સેંકડોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ભૂકંપના ઝાટકા બાદ ઓછામાં ઓછા 30 લોકો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વી એલાજિગ પ્રાંતનું સિવરાઇસ શહેર હતું. તુર્કી સરકારની ડીઝાસ્ટર અને ઈમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટીએ ભૂકંપનો આંચકાની પુષ્ટિ કરી છે. તો ગૃહ, પર્યાવરણ અને સ્વાસ્થ્ય મંત્રીઓએ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હોવાનું જણાવી રહ્યાં છે. જેમાંથી 13 એલાજિગ પ્રાંતના છે તથા અન્ય પાંચ માલાત્યા પ્રાંતના છે. તેઓના જણાવ્યા મુજબ ભૂકંપના પગલે લગભગ 553 લોકો ઈજાગ્રસ્ત થયા છે. માલાત્યામાં ભૂકંપ પીડિતોને આશરો આપવા માટે રમતગમતના સેન્ટર, સ્કૂલ અને ગેસ્ટ હાઉસમાં સગવડ ઊભી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *