પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓની શરમજનક હરકત, નવરાત્રિમાં હિન્દુ મંદિરમાં માતાજીની પ્રતિમા તોડી અપમાન કરાયું

532 Views

પાકિસ્તાન (Pakistan) ના સિંઘ પ્રાંતમાં આવેલ પ્રાચીન હિન્દુ મંદિર (Hindu Temple)માં શનિવારે કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી. નવરાત્રિ (Navratri)માં જ અજાણ્યા વ્યક્તિઓએ અહીં માતાની મૂર્તિને ખંડિત કરી દીધી છે. આ મંદિર સિંધના થારપરકર વિસ્તારમાં આવેલું છે.અસામજિક તત્વોએ મંદિરમાં ઘૂસીને દુર્ગા માતાની પ્રતિમાને ખંડિત કરી દીધી અને તેમના વાહન સિંહને પણ તોડી નાંખ્યું. આ ઘટનાની માહિતી પાકિસ્તાની પત્રકાર ટ્વીટના માધ્યમથી આપી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં જ પાકિસ્તાનના સિંધમાં વધુ એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. આ તોડફોડ સિંધના બદીન જીલ્લાના કડિયૂ ઘનૌર શહેરમાં શનિવારે સવારે રામપીર મંદિરમાં તોડફોડ કરી કરવામાં આવી હતી.આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સની આકરી પ્રતિક્રિયા સામે આવી રહી છે. કટ્ટરપંથીઓની આ હરકતને લઇ ભારત અને પાકિસ્તાન બંને તરફના ટ્વિટર યુઝર્સે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *