જરૂરી હોય તો જ બહાર નિકળો નહીંતર….. કોરોનાનો રાફડો ફાટતા AIIMS ડાયરેકટરે આપી ગંભીર ચેતવણી

734 Views

જો સાવધાની ન રાખવામાં આવી તો કોરોનાના કેસ હજી પણ વધી શકે છે.

દિલ્હી –   આપણા દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. તેવામાં દેશની રાજધાનીમાં કોરોનાની સાથે સાથે પ્રદૂષણનું પ્રમાણ વધતા સ્થિતિ વધુ ગંભીર બની છે. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણના કારણે કોરોના વાયરસ વધુ ધાતક બન્યો છે. જેના કારણે હવે દિલ્હીમાં કોરોનાની ત્રીજી ઘાતક વેવ જોવા મળી રહી છે. ત્યારે એઈમ્સના ડાયરેક્ટર ગુલેરીયાએ દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેરનો ઈનકાર કરી દીધો છે. તેમને વર્તમાન સ્થિતિને ઝડપી બની રહેલી બીજી લહેર ગણાવી તેમને ચેતવણી આપી છે.

આ સમગ્ર મુદ્દે એઈમ્સના ડાયરેકટર ગુલેરિયાએ કોરોના અંગે વાત કરતા કહ્યું કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધવા પાછળ લોકોની લાપરવાહી છે. લોકોએ આ મહામારીના સમયમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કર્યું નથી અને તેના જ કારણે હવે કોરોના વાયરસે માથુ ઉચક્યું છે. આ સાથે તેમણે કહ્યું કે પ્રદૂષમાં કોરોના વધુ સમય સુધી ટકી શકે છે. તેવામાં પ્રદૂષણ અને વાયરસ બન્ને લોકો માટે વધુ ગંભીર સાબિત થઈ રહ્યો છે. માસ્ક જરૂરથી પહેરો, જરૂરી કામ ન હોય તો બહાર ન નિકળો. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, જો સાવધાની ન રાખવામાં આવી તો કોરોનાના કેસ હજી પણ વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *