શું તમે કેવડિયા ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો અહીં જાણી લો આખા કેવડિયા ફરવાનો કેટલો થશે ખર્ચ

839 Views

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi) અત્યારે ગુજરાતના (PM in Gujarat) મહેમાન બન્યા છે. પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Pm modi at statue of unity kevadia) કેવડિયા ખાતે વિવિધ પ્રોજેક્ટોને દેશવાસીઓ માટે ખુલ્લા મુક્યા હતા. કેવડિયા હવે દેશ અને દુનિયમાં પ્રસિદ્ધિ પામવા લાગ્યું છે. અહીં હજારો લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ફરવા લાયક સ્થળોની વાત કરીએ તો આ સ્થળ હવે બેસ્ટ ડેસ્ટિનેશનમાં (Best destination) ગણાય છે. બીજા પ્રોજેક્ટોના લોકાર્પણ (Projects Inauguration) બાદ આ જગ્યામાં સોનામાં સુગંધ ભળી છે. એક દિવસની પીકનીક (One day Picnic) કરવી હોય તો આ સ્થળ ઉત્તમ કહી શકાય. તમે પણ કેવડિયા (Kevadia visit) ફરવા જવાનું વિચાર રહ્યા છો તો તમારે આખા કેવડિયા ફરવાનો કેટલો ખર્ચ થાય એવો પ્રશ્ન તમારા મનમાં ચોક્કસ આવશે. ત્યારે અમે તમને અહીં જણાવીશું કે આખું કેવડિયા ફરવાનો કેટલો ખર્ચ થશે.

ક્યાં કેટલા રૂપિયા છે ફી

મળતી માહિતી પ્રમાણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી એન્ટ્રી ફી મોટા માટે 150 રૂપિયા, જ્યારે બાળકો માટે 90 રૂપિયા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી વ્યૂઇંગ ગેલેરી માટે મોટા લોકોએ 380 રૂપિયા જ્યારે બાળકો માટે 230 રૂપિયા ખરચવા પડશે. જંગલ સફારીની ફી મોટા માટે 200 રૂપિયા નાના માટે 125 રૂપિયા, એક્તા ક્રૂઝની ફી નાના-મોટા માટે 200 રૂપિાય છે. બટરફ્લાય ગાર્ડન મોટા માટે 60 રૂપિયા અને નાના માટે 40 રૂપિયા, કેક્ટસ ગાર્ડ મોટા માટે 60 રૂપિયા અને નાના માટે 40 રૂપિયા છે. રિવર રાફ્ટિંગ મોટા માટે 1000 રૂપિયા અને બાળકો માટે પણ 1000 રૂપિયા રાખવામાં આવી છે.

ઈકોબસ માટે 300 રૂપિયા અને નૌકા વિહાર માટે 290 રૂપિયા

આ ઉપરાંત એક્તા નર્સરી જોવા માટેની ફી મોટા માટે 30 રૂપિયા અને નાના માટે 20 રૂપિયા છે. વિશ્વ વનની ફી મોટા માટે 30 રૂપિયા અને નાના માટે 20 રૂપિયા છે. ઈકોબસ મોટા માટે 300 રૂપિયા અને નાના માટે 250 રૂપિયા ફી રાખવામાં આવી છે. આ ઉપરાંત સરદાર સરોવર નૌકા વિહાર ફી નાના-મોટા બંને માટે 290 રૂપિયા રાખવામાં આવી છે.

આરોગ્ય વનની ફી 30 તો ગોલ્ફ કાર્ટની ફી 50 રૂપિયા

સાથે સાથે આરોગ્ય વનની ફી મોટા માટે ફી 30 રૂપિયા અને નાના માટે 20 રૂપિયા, ગોલ્ફ કાર્ટની ફી નાના-મોટા માટે 50 રૂપિયા રાખવામાં આવી છે. ચિલ્ડ્રન પાર્કની ફી મોટા માટે 200 રૂપિયા અને નાના માટે 125 રૂપિયા રાખવામાં આવી છે. આમ કુલ ખર્ચની વાત કરીએ તો મોટા વ્યક્તિએ કુલ 2980 રૂપિયા અને નાના બાળકો માટે 2500 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ ઉપરાંચ ટેન્ટમાં રહેવાનો ખર્ચ અલગ છે.

ગોલ્ફ કાર્ટ બાદ ન્યૂટ્રી ટ્રેનની સવારી કરી

પીએમ મોદીએ સૌથી પહેલા આરોગ્ય વનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણએ આખા વનનું ચક્કર લગાવ્યું હતું. પીએમ મોદીએ અહીં ગોલ્ફ કોર્ટમાં ફર્યા હતા. તેમની સાથે ગુજરાત રાજ્યપાલ, મુખ્યમંત્રી પણ હાજર હતા. પીએમ મોદીએ ચિલ્ડ્રન ન્યૂટ્રીશન પાર્કનું ઉદ્દઘાટન કર્યું હતું. અહીં બાળકો માટે એક વિશેષ ટ્રેન બનાવી છે જે પાર્કમાં અલગ અલગ જગ્યાએ લઈ જાય છે. પીએમ મોદીએ આ ટ્રેનમાં સરફ કરી હતી. પાર્કના દરેક ભાગનું અવલોકન કર્યું હતું.

પીએમ મોદીએ કાઢ્યું માખણ, જોઈ 5D ફિલ્મ

આ ઉપરાંત પીએમ મોદી જ્યારે ન્યૂટ્રીશન પાર્કમાં હાજર હતા ત્યાં ત્યાં માખણ કાઢવાની ટેકનીકની જાણકારી આપવામાં આવતી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પણ હાથ અજમાવ્યો હતો. પોતે જ માખણ કાઢવા લાગ્યા હતા. પીએમ મોદીએ અહીં 5D ફિલ્મની મજા માણી હતી. આ ફિલ્મો થકી અહીં બાળકોને ઘરનું ખાવાનું, હેલ્દી ખાવાનું આપવા અંગેની જાણકારી આપવામાં આવી હતી.

પીએમ મોદીએ કરી એક્તા મોલની લીધી મુલાકાત

આજે પીએમ મોદીએ એક્તા મોલનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં દેશના અલગ-અલગ ભાગો અને સંસ્કૃતિ સાથે જોડાયેલા હેન્ડલુમનો સામે મળશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઉપર દુનિયાભરના લોકો આવે છે. આ જગ્યાએ દેશના અલગ અલગ હેન્ડલૂમ પ્રોડક્ટ મળશે.

પીએમ મોદી જંગલ સફારી પાર્કમાં પક્ષીઓ સાથે જોવા મળ્યા હતા

પીએમ મોદી જંગલ સફારી પાર્કમાં પક્ષીઓ સાથે જોવા મળ્યા હતા. પીએમ પક્ષીઓને પોતાના હાથ ઉપર પણ બેસાડ્યા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આશરે બે કિલોમીટરના અંતરે અને 5,55,240 ચોરસમીટરમાં આ પાર્ક અને સફારીનું નિર્માણ કરાયું છે. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને અમેરિકામાં જોવા મળતી 170થી વધુ જીવસૃષ્ટિની પ્રજાતિ આ પાર્કમાં જોવા મળે છે. એકતા ક્રૂઝમાં 202 પ્રવાસી આનંદ માણી શકશે. એક પ્રવાસી દીઠ ક્રૂઝનું ભાડું 200 રૂપિયા રાખવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *