ધારી પેટા ચૂંટણી 2020 માં કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયા ને વિજયી બનવવા કોંગ્રેસ ના યુવા અગ્રણી અજયભાઈ ખુમાણે હાકલ કરી

376 Views

અમરેલી જિલ્લા કોંગ્રેસ ના કાર્યકર અને સાવરકુંડલા તાલુકા ના જાબાળ ગામ ના પૂર્વ સરપંચ શ્રી અજયભાઈ બબલા ભાઈ ખુમાણે સમગ્ર ધારી,ખાંભા,બગસરા,ચલાલા,ના નાગરિકો તેમજ કાઠી, ક્ષત્રિય સમાજ ના યુવા ભાઈઓ બહેનો અને વડીલો ને કોંગ્રેસ પક્ષના લોકલાડીલા ઉમેદવાર સુરેશભાઈ કોટડીયા તરફી મતદાન કરવા આહવાન કરેલ છે અજયભાઈ દ્વારા જણાવ્યું કે લોકોની વચ્ચે રહી ને લોકો ના પશ્નો તાત્કાલિક ધોરણે નિરાકરણ સુરેશભાઈ અને તેની ટિમ દ્વારા કરશે સ્વ.મનું બાપા ના લોકહિત ના કર્યો કોંગ્રેસ પક્ષ ના નેજા હેઠળ આગળ વધારશે અને પક્ષ પલટુ ને જાકારો આપી ને સુરેશભાઈ જેવા બાહુબલી ને જીતાડવા માટે ધારી,મતવિસ્તારમાં ના પ્રબુધ્ધ ખેડૂતો અને તમામ ભાઇ બહેનો કોંગ્રેસ તરફી મતદાન કરવા અજયભાઈ ખુમાણે અપીલ કરી છે

બ્યુરો અમરેલી:યોગેશ ઉનડકટ સાવરકુંડલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *