અમદાવાદ: બાપુનગર પાસે સુંદરમનગરમાં મોબાઈલ સ્નેચિંગ,લૂંટ અને અન્ય ગુનામાં સંકળાયેલો સરફરાઝ ઉર્ફે બાબા કાલીયા મન્સૂરી અને મુજજમીલ ઉર્ફે સલમાન શેખ છુપાયા છે. તેવી બાતમી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે બાપુનગર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પીએસઆઈ જે વી બારોટ, ઝોન 5ના પીએસઆઈ એસ.જે ચૌહાણ અને અન્ય સ્ટાફ ખાનગી ગાડીમાં રાતના સમયે સુંદરમનગર પહોચ્યાં ત્યારે બન્ને આરોપી ત્યાં બેઠા હતા અને પોલીસને જોઈને તેમને ગાળો બોલવા લાગ્યા હતાંપોલીસની ટીમ તેમની નજીક પહોંચે તે પહેલા જ આરોપીઓ પોલીસને પાઇપ અને ચાકુ બતાવીને ધમકવા લાગ્યા હતા. પણ બન્ને પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મીઓ તેમની નજીક જતા તેઓ હવામાં ચાકુ ફરવવા લાગ્યા હતા. આ જોઈને બીજા પોલીસકર્મીઓ પણ તેમની નજીક જવા લાગ્યા અને આરોપીઓ ત્યાંથી નાની ગલીઓમાં ભાગવા લાગ્યા હતા. પણ જે.વી.બારોટ તેમની પાછળ દોડતા આરોપીએ તેમને પાઇપ મારી દીધી હતી. જેમાં તેમને ઇજા પહોંચી હતી જ્યારે અન્ય એક પોલીસકર્મીને પણ ઇજા પહોંચી હતી. મોડી રાત સુધી ચાલેલી આ દિલધડક કામગીરીમાં પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. હાલ પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે,બાપુનગરમાં મંગળવારે રાતે લૂંટ અને ચોરીના આરોપીઓને પકડવા ગયેલી બાપુનગર પોલીસ પર આરોપીઓએ પાઇપ અને ચાકુ વડે હુમલો કરી દીધો હતો. જે હુમલો કર્યા બાદ આરોપી ભાગતા હતા ત્યારે પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં તેનો પીછો કર્યો હતો. પણ આરોપીઓએ કરેલા હુમલામાં એક પીએસઆઈ સહિત બે પોલીસ કર્મી ઘાયલ થઈ ગયા હતા. આખરે બીજા પોલીસ કર્મીઓ આવી જતા આરોપીઓ પકડાઈ ગયા હતા. પકડાયેલા આરોપી પાસે વધુ વિગતો મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *