1 નવેમ્બરથી રાંધણ ગેસના બાટલાના ભાવથી લઈને બુકિંગ સુધીમાં થશે મોટા ફેરફારો

620 Views

1લી નવેમ્બરથી એલપીજી બુકિંગ અને ડિલિવરી સહિતના ઘણા નિયમો બદલાવા થઈ રહ્યા છે.

ઇન્ડેન ગેસના ગ્રાહકો માટે

જો તમે ઇન્ડેન ગેસના ગ્રાહક છો, તો બુકિંગ માટે નવા નંબરનો ઉપયોગ કરવો પડશે. ઇન્ડિયન ઓઇલે ઇન્ડિયન ગેસના બુકિંગ નંબરમાં બદલાવ કર્યો છે. હવે ગ્રાહકોને એલપીજી સિલિન્ડર બુક કરવા માટે 7718955555 પર કોલ અથવા SMS મોકલવા પડશે.

 

ગેસ સિલિન્ડર માટે ડિલિવરી પદ્ધતિ બદલાશે

1લી નવેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરીની રીત પણ બદલાઈ રહી છે. ખરેખર, ગેસ બુકિંગ પછી, ગ્રાહકોના મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે. જ્યારે વિક્રેતા ડિલિવરી માટે સિલીન્ડર લઈ ઉપભોક્તાના ઘરે પહોંચશે, ત્યારે તમારે તેની સાથે OTP નંબર શેર કરવો પડશે. ત્યાર પછી જ ગ્રાહકને સિલિન્ડરની ડિલિવરી મળશે.

 

ગેસ સિલીન્ડરની નવી કિંમત બહાર પાડવામાં આવશે

1લી નવેમ્બરના રોજથી એલપીજી ગેસની નવી કિંમત રહેશે. ઓક્ટોબરમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે જ સમયે, વ્યાપારી ગેસના ભાવમાં વધારો થયો હતો. તમને જણાવી દઈએ કે દેશની સરકારી ઓઇલ કંપનીઓ દર મહિને પ્રથમ તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *