શાકભાજી વિક્રેતાને હેલમેટ ન પેહરવા પર પોલીસે ફટકાર્યો 42,000 નો દંડ

413 Views

બેંગલોર         સામાન્ય રીતે હેલમેટ ન પહેરવા પર પોલિસ દ્વારા તોતિંગ દંડ ફટકારવામાં આવતો હોય છે. પરંતુ દેશના બેંગલોર રાજ્યમાં એક શાકભાજી વિક્રેતાને પોલિસે હેલમેટ ન પહેરવાના ગુનામાં 42500/- નો દંડ ફટકારતા આ મુદ્દો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે.

સમગ્ર બનાવની વાત કરીએ તો, બેંગ્લોર સ્થિત શાકભાજી વેચનારને તેના સ્કૂટરની ખરીદી કરતાં વધુ દંડ કરવામાં આવ્યો છે. ટ્રાફિકના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. માડીવાલામાં રહેતા અરૂણ કુમારને તેના બીજા હેન્ડ સ્કૂટરની કિંમત કરતા 42,500 રૂપિયા વધુ દંડ કરાયો છે. શુક્રવારે ટ્રાફિક પોલીસે તેને હેલ્મેટ ન પહેરતાં અટકાવ્યો હતો, પરંતુ જ્યારે તેણે બે મીટર લાંબી દંડ જોયો ત્યારે તે માણસ સ્તબ્ધ થઈ ગયો હતો.

માડીવાલા પોલીસના જણાવ્યા અનુસાર તેણે 77 વખત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જેના માટે હવે તેને કોર્ટમાં 42,500 રૂપિયા ચુકવવા પડશે. પોલીસે તેનું સ્કૂટર કબજે કર્યું છે. કુમારે પૈસાની વ્યવસ્થા કરવા અને રકમ ચૂકવવા માટે સમય માંગ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *