સાઉથની અઢળક ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અને બોલિવૂડમાં સિંઘમથી પ્રખ્યાત થયેલી કાજલ અગ્રવાલે મુંબઈમાં બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા છે. તેલુગુ, તમિળ અને હિન્દી ભાષાની ફિલ્મો માટે જાણીતી કાજલે આ મહિનાની શરૂઆતમાં તેના લગ્ન અંગે જાહેરાત કરી હતી. કોરોના મહામારીને લીધે મર્યાદિત પ્રમાણમાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે લગ્ન સમારંભમાં પરિવાર તથા ઘનિષ્ઠ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગઈ કાલે 29 ઓક્ટોબરના રોજ સવારે મહેંદી સેરેમની યોજાઈ હતી અને સાંજે હલ્દી સેરેમની યોજાઈ હતી.

તમને જણાવી દઈએ કે, કાજલ અગ્રવાલે મહેંદી તથા હલ્દી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. કાજલે લગ્ન પહેલાં એક સ્પેશિયલ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શૅર કરી હતી અને કેપ્શન આપ્યું હતું કે તોફાન પહેલાંની શાંતિ. લગ્નના વેન્યુ પર જતાં પહેલાં કાજલ અગ્રવાલ પોતાની માતા સાથે જોવા મળી હતી. આઉટફિટની વાત કરીએ તો કાજલ અગ્રવાલ હલ્દી સેરેમનીમાં યલો આઉટફિટમાં જોવા મળી હતી. તેણે ફૂલોની જ્વેલરી પહેરી હતી.
કોણ છે ગૌતમ કિચલુ

રિપોર્ટ પ્રમાણે, ગૌતમ કિચલુ એક બિઝનેસમેન છે અને તે ઇન્ટીરિયર તથા હોમ ડેકોર સાથે જોડાયેલા ઈ-કોમર્સ પ્લેટફોર્મ ‘ડિસર્ન લિવિંગ’નો માલિક છે. કાજલે ‘સિંઘમ’, ‘સ્પેશિયલ 26’, ‘મગધીરા’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં કાજલે પોતાની ઈન્સ્ટા પોસ્ટમાં કહ્યું હતું, ‘આ કહેવામાં મને ઘણો જ આનંદ થાય છે કે હું 30 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ગૌતમ સાથે લગ્ન કરવાની છું. બહુ જ નાનકડું ફંકશન કરવામાં આવશે અને માત્ર પરિવારના સભ્યો જ સામેલ થશે. આ મહામારીએ નિશ્ચિત રીતે આપણી ખુશીઓમાં થોડી ઊણપ લાવી દીધી છે, પરંતુ અમે અમારું જીવન એકબીજાની સાથે શરૂ કરવા અંગે ઘણા જ રોમાંચિત છીએ. તમને આ વાત કહેવામાં ઘણો જ આનંદ અનુભવીએ છીએ. છેલ્લાં જેટલાં વર્ષોથી તમે મને જે પ્રેમ આપ્યો છે, તેના માટે હું તમારી આભારી છું. આ અવિશ્વસનીય નવી સફરમાં અમે તમારા આશીર્વાદ ઈચ્છીએ છીએ. હું ભવિષ્યમાં પણ દર્શકોનું મનોરંજન કરવાનું કામ ચાલુ રાખીશ, પરંતુ એક નવા ઉદ્દેશ તથા અર્થની સાથે. તમારું ક્યારેય પૂરું ના થનાર સમર્થન માટે તમારો આભાર.’
અભિનેત્રી અને સિંઘમ ફેમ કાજલ અગ્રવાલ ગૌતમ કિચલૂ સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે. કાજલના પીઠી ચોળવાની રસમના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
આ વીડિયો અને ફોટોએ ભારે ધૂમ મચાવી છે. તેવામાં દુલ્હન બનેલી કાજલ અગ્રવાલનો એક ડાંસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વીડિયોમાં દેખાય છે કે, કાજલે પીળા રંગનો ડ્રેસ પહેર્યો છે, હાથમાં મહેંદી મુકી છે અને ચહેરા પર પીળા રંગના ચશ્મા પણ લગાવેલા છે. દુલ્હન બનેલી કાજલ અભિતાભ બચ્ચનની ફિલ્મ ‘મેજર સહબ’ ના જાણીતા ગીત ‘સોના સોના દિલ મેરા સોના’ પર પંજાબી સ્ટાઈલમાં જોરદાર ડાંસ કરી રહી છે. લોકોને અભિનેત્રીનો આ લૂક ખુબ જ પસંદ પડી રહ્યો છે.