પ્રાઈવેટ ટ્રેનોનું કરાશે સરકારી ચેકિંગ, આ સાથે જલદી જાણી લો શું થશે નિયમોમાં મોટા ફેરફાર

474 Views

ભારતીય રેલ્વેએ તેની પ્રાઈવેટ ટ્રેનને લઈને કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. જેના કારણે શક્ય છે કે યાત્રીઓની નારાજગીને દૂર કરી શકાય. આ સમયે રેલ્વે અધિકારીઓ અને નીતિ આયોગે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ અપ્રાઈઝલ કમિટિ સાથે 151 પ્રાઈવેટ ટ્રેન ચલાવતાં આવી રહેલી મુશ્કેલીઓને લઈને બેઠક કરી.

image source

તેમાં નક્કી કરાયું છે કે જે પણ પ્રાઈવેટ ફર્મ યાત્રી ટ્રેન ચલાવશે તેમને રેલ્વે પ્રોજેક્ટમાં આવનારા ખર્ચના 3 ટકા ભાગ સિક્યોરિટી ડિપોઝિટના આધારે રેલ્વેમાં જમા કરાવવાનો રહેશે. એટલું નહીં સુરક્ષાના માનકોને સુનિશ્ચિત કરવા રેલ્વે અધિકારી સરકારી ટ્રેનની જેમ પ્રાઈવેટ ટ્રેનને પણ સ્ટેશનથી નીકળતા પહેલાં તપાસશે.

કોઈ પણ કંપનીને માટે અનુમાનિત સિક્યોરિટી ડિપોઝિટ એક કરોડ રૂપિયાની આસપાસની રહેશે

image source

મળતી માહિતી અનુસાર નીતિ આયોગના અધિકારીઓને લાગ્યું કે પ્રાઈવેટ કંપનીઓ જે રોકાણ લાવે છે અને પ્રોજેક્ટ સાથેના જોખમ પણ ઉઠાવે છે તેમને સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની જરૂર નથી. આયોગ આ પગલાંની મદદથી પ્રાઈવેટ કંપનીઓના વેપારને સરળ રાખવા ઈચ્છે છે.

image source

કહેવાય છે કે આ કંપનીઓ જે 12 કલ્સ્ટરમાં પ્રાઈવેટ ટ્રેન ચલાવી રહી છે ત્યાં 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એવામાં કોઈ પણ કંપનીને માટે અનુમાનિત સિક્યોરિટી ડિપોઝિટ એક કરોડ રૂપિયાની આસપાસની રહે છે.

મુશ્કેલ સમયમાં સરકાર કરે મદદ

image source

બેઠકમાં એવો નિર્ણય પણ લેવાયો છે કે જો કોઈ કંપની પોતાની આર્થિક જવાબદારી વહન કરવાની કે સેવાઓ પૂરી પાડવા સદ્ધર નથી તો સરકારની પાસે કેટલીક રકમ હોવી જોઈએ જેનાથી કામમાં અડચણ ન આવે. મળતી માહિતી અનુસાર પ્રાઈવેટ કંપનીઓ પાસેથી સિક્યોરિટી ડિપોઝિટ લેવાની વાત માટે સહમતિ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *