ભારતના પ્રથમ સી-પ્લેનના પ્રથમ પ્રવાસી બન્યા PM નરેન્દ્ર મોદી

419 Views

વડાપ્રધાન મોદી આજે સી-પ્લેનમાં સવારી કરીને કેવડીયાથી અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ પર પહોંચ્યા હતા. કેવડીયાથી તેઓ 45 મીનીટની સફર ખેડીને અમદાવાદ પહોંચ્યા હતા.આ અંગેની વિગત મુજબ કેવડીયાથી વડાપ્રધાન મોદીએ સવારે 11.50 વાગ્યે સી-પ્લેનનું ઉદઘાટન કરી અમદાવાદ જવા નીકળ્યા હતા. તેઓ 45 મીનીટનો પ્રવાસ ખેડીને અમદાવાદ ખાતે સાબરમતી રિવર ફ્રન્ટમાં ઉતર્યા હતા. આ તકે વડાપ્રધાન મોદીને સ્વાગત રાજયપાલ, મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ કર્યું હતું.

વડાપ્રધાનના સી-પ્લેનના આગમનના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. રિવરફ્રન્ટનો રોડ, આરટીઓ સર્કલથી વાડજ સર્કલ તથા વાડજ સ્મશાન ગૃહથી આંબેડકર બ્રીજ સુધીનો માર્ગ બંધ કરાયો હતો. દેશ વિરોધી સંગઠનો ભાંગફોડીયા તત્વો રિમોટ સંચાત વિમાન કે સાધના કે ડ્રોનનો ઉપયોગ ન કરે તે માટે પ્રતિબંધ લદાયો હતો એટલું જ નહીં રિવર ફ્રન્ટ પર મોર્નીંગ વોક પર પણ પ્રતિબંધ લદાયો હતો.આ ઉપરાંત વડાપ્રધાનની મુલાકાતને પગલે રિવરફ્રન્ટ પર સતત પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું અને 4 બોટ સાબરમતી નદીમાં પેટ્રોલીંગ કરતી હતી.આ ઉપરાંત મોદીના આગમનનં પગલે રિવર ફ્રન્ટ આસપાસની ઝુંપડપટ્ટીને સફેદ કપડાના પડદાથી ઢાંકી દેવાઈ હતી. બર્ડ હિટ ન થાય તે માટે રિવર ફ્રન્ટ મી બન્ને બાજુ બહુ સ્કેટ કેનન ગન રાખવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *