ઘોઘા રો રો ફેરી સર્વિસ આજથી ચાલુ થવાની હતી પરંતુ ચાલુ કરવા 9મી નવેમ્બરનો વાયદો.

586 Views

ભાવનગરઆજથી શરૂ થનારી ઘોઘા રો રો ફેરી સર્વિસ ચાલુ થઈ નથી. ઘોઘા હજીરા વચ્ચે રોપેક્ષ સેવા ઓકટોબરના અંતમાં 31મીથી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ  હવે 9મી નવેમ્બરનો વાયદો કરવામાં આવ્યો છે. જો કે નવેમ્બરમાં કયારે આ સેવા શરૂ થશે તે પણ નિશ્ચિત નથી. આ દિવાળીમાં આ સેવા શરૂ થાય તેવી શક્યતા ઓછી જણાય છે. પરંતુ દિવાળી ભેટ સ્વપે શરૂ કરવા તંત્રનું એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ આજ 31મી ઓક્ટોબરથી શરૂ થવાની હતી પરંતુ હવે આવતા અઠવાડિયાની મુદત પડી છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB) અને ઇન્ડિગો સિવેઝ વચ્ચે કરારની બાબતે મડાગાંઠ સર્જાતા આજે હજીરાથી થનાર લોકાર્પણ મોકૂફ રાખવું પડ્યું છે. જો ઉકેલ આવી જાય તો 9મી નવેમ્બરથી ઘોઘા- હજીરા ફેરી સર્વિસ શરૂ થશે.

          આજે 31મીએ હજીરા- ઘોઘા ફેરી સર્વિસનું લોકાર્પણ પણ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કરવામાં આવનાર હતુ. પરંતુ GMB અને ફેરી ઓપરેટર વચ્ચે સપ્લીમેન્ટરી કરારમાં સામેલ કરવામાં આવેલી વાંધાજનક શરતોને કારણે બંને વચ્ચે મતભેદો સર્જાયા છે. GMB અને ઓપરેટર વચ્ચે સમાધાનની પ્રક્રિયાઓ ચાલી રહી છે અને હવે 9મી નવેમ્બરના રોજ હજીરાથી ફેરી સર્વિસનું લોકાર્પણ કરવામાં આવે તેવી યોજનાને આખરી ઓપ અપાઇ રહ્યો છે. 

          અધિકારીઓ દ્વારા ઘોઘા અને હજીરા ખાતે રો-પેક્સ ફેરી સર્વિસ અંગે તૈયારીઓની બાબતે ઇન્સપેકશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ બાબતો તૈયાર હોવાનું રિપોર્ટમાં
 જણાવ્યુ છે. ઉપરાંત સીમ્ફનો વોયેજ રો-પેક્સ શિપ પણ તૈયાર કરી નાંખવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *