આદુ ને લાંબાગાળા સુધી સાચવવા માટેની ખાસ રીત……….

444 Views

જનતા ન્યુઝ ગ્રુપ –     આદુને આર્યુવેદિકમાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે માટે ઘણું મહત્વ આપવામાં આવેલું છે. આમ છતાં આદુનો ઉપયોગ વિશેષ તો ભારતીય રસોઈઘરમા રસોઈનો સ્વાદ વધારવા માટે થાય છે. તે ફક્ત ભોજનનો સ્વાદ જ નથી વધારતો પરંતું શરીર માટે ઘણા લાભદાયક ઉપચાર આપે છે. ઘણીવાર એકસાથે વધુ પડતા આદુની ખરીદી કરવાને કારણે તેના બગાડવાનો ભય રહે છે. જો તમે પણ આવી કોઈ સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમને એવી અમુક ટિપ્સ મળશે, જે અજમાવીને તમે આદુ ને લાંબા સમય માટે તાજુ રાખી શકશો.

          આદુ ખરીદતી વખતે એ વાતની વિશેષ સાવચેતી રાખવી કે, તે ભીનું નથી. જો તે ભીનું હોય તો તેને સૂકવી દો, ત્યારબાદ તેને સંગ્રહ કરવા માટે ઉપયોગમા લઇ શકશો.

          તમે આદુને લાંબા સમય સુધી સંગ્રહ કરી રાખવા માટે ઝીપ બેગનો ઉપયોગ કરી શકો છો. જો તમે આદુને સુકવી વ્યવસ્થિત રીતે આ ઝીપ બેગમા મૂકી ફ્રીજમા રાખી દો તો તમે તેને લાંબા સમય સુધી તાજુ રાખી શકો છો. તમે ઈચ્છો તો આ ઝીપ બેગમા આદુને છોલીને અથવા છાલ વિના પણ રાખી શકો છો.

          આ સિવાય જો આદુને છોલ્યા વિના પેપર ટોવેલમા લપેટીને ૫-૬ દિવસ માટે રાખો તો પણ તે લાંબા સમય સુધી તાજુ રહી શકે છે.

          જો તમે આદુને ધોઈને છીણી લો અને ત્યારબાદ તેને આઇસ ટ્રે મા રાખી અને આદુના ક્યૂબ્સ તૈયાર કરી તેને ફ્રિજમાં રાખો છો. જો આદુ થીજે તો તેને એર ટાઇટ કન્ટેનરમાં બહાર કાઢી અને તેને ફરીથી ફ્રિજમાં મૂકો. આ રીતે, તમે લગભગ એક માસ સુધી તમે આદુનો સંગ્રહ કરી શકો છો.

          જો તમે આદુની છાલ કાઢી અને તેના પર થોડા લીંબુના રસના ટીપા ઉમેરો તો તમે તેને લાંબા સમય સુધી સાચવીને રાખી શકો.

 

          લીંબુની માફક વિનેગર પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે આદુની છાલ કાઢી તેના પર વિનેગર લગાવી તેને ફ્રીજમા રાખી મુકો તો તે લાંબા સમય સુધી તાજું રહી શકે.

          ફ્રીજમા આદુ સંગ્રહ કરતા સમયે એ વાતની વિશેષ સાવચેતી રાખવી કે, તમે જે કન્ટેનર અથવા બેગમા તેને રાખી રહ્યાં છો તેમા ભેજ ના હોય તથા જો તમે આદુને લાંબા સમય સુધી તાજું રાખવા ઈચ્છતા હોવ તો તેની છાલ ઉતારીને ત્યારબાદ જ તેનો સંગ્રહ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *