કોરોના કાળમાં ડોનાલ્ડ ટ્રમ્પ નેતાની રેલીમાં 700 લોકોનો ભોગ લેવાયો, હજારો લોકો થયા સંક્રમિત

268 Views

                સમગ્ર વિશ્વામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે આ કોરોના કાળમાં જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેવામાં રાજકિય પક્ષો દ્વારા રેલીઓનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આ જીવલેણ મહામારી વચ્ચે પણ ત્યાં રાષ્ટ્રપતિ ચૂંટણીની (Presidential Election) પ્રક્રિયા ચાલી રહી છે. એક શોધ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump)  રેલીઓના કારણે અત્યાર સુધી 700થી વધુ લોકોના મોત નીપજ્યાં છે.

          આ અંગે મળતી માહિતી મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધી 18 ચૂંટણી રેલીઓ કરી છે. જેના કારણે 30 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. કોરોના મહામારી બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીઓમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. સાથે જ કેટલાક લોકો એવા હતા જેમણે માસ્ક પણ નહોતું પહેર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *