યુવકે નાગણ સાથે કર્યા લગ્ન – પોતાના પાછલા જન્મની પ્રેમિકા ગણાવી

675 Views

દેશ-વિદેશ  સ્ટોરી –  –        શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ વ્યક્તિએ નાગણી સાથે લગ્ન કર્યા હોય. આવા જ એક સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સમાચાર વિશે જે પણ સાંભળી રહ્યું છે તે ચોંકી રહ્યું છે. જે વ્યક્તિએ નાગિનની સાથે લગ્ન કર્યા છે, તે તેને પોતાના પૂર્વ જન્મનના અધૂરા પ્રેમની સ્ટોરી ગણાવી રહ્યો છે. તે વ્યક્તિએ જે નાગિનની સાથે લગ્ન કર્યા છે, તે ઝેરીલી સાંપની પ્રજાતિમાંથી આવે છે. જ્યારે આ બાબતે વ્યક્તિ સાથે વાત કરવામાં આવી તો તેણે કહ્યું કે, તેની પ્રેમિકાનું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ તે નાગિનના રૂપમાં પાછી આવી છે. મામલો થાઈલેન્ડનો છે. થાઈલેન્ડના એક યુવકે નાગિન સાથે લગ્ન કર્યા છે. નાગિન સાથે લગ્ન કરનાર વ્યક્તિનું કહેવુ છે કે, તે પોતાની પ્રેમિકાને ખૂબ જ પ્રેમ કરતો હતો.

        તે વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેની પૂર્વ પ્રેમિકાએ પુર્નજન્મ લીધો છે. તેણે કહ્યું કે, લોકો કંઈપણ કહે કે સમજે, પરંતુ તે પોતાની પ્રેમિકાને નહીં છોડશે. જણાવી દઈએ કે, યુવકની ગર્લફ્રેન્ડનું મૃત્યુ પાંચ વર્ષ પહેલા થયુ હતું. પાંચ વર્ષ બાદ યુવકને નાગિન મળી અને તેણે 10 ફૂટ લાંબી ઝેરીલી નાગિનની સાથે લગ્ન કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, વ્યક્તિ તે નાગિનને પોતાની પત્નીની જેમ ઘરમાં રાખે છે. તે યુવક એ નાગિનની સાથે લગ્ન બાદથી સૂએ છે. તે નાગિનની સાથે ખાવાનું ખાય છે અને રોમાન્સ પણ કરે છે. તે વ્યક્તિનું કહેવુ છે કે, તેની ગર્લફ્રેન્ડ મર્યા બાદ ફરીથી નાગિનના રૂપમાં જન્મ લઈને તેની સાથે રહેવા આવી છે.

        તે વ્યક્તિ નાગિનની સાથે ટીવી જુએ છે તેમજ પિકનિક પર પણ જાય છે. નાગિન પણ તે યુવકને કોઈપણ પ્રકારનું નુકસાન નથી પહોંચાડી રહી. વ્યક્તિના એક મિત્રએ આ અનોખા કપલના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *