અમદાવાદમાં ગુનેગારોને નથી રહ્યો હવે પોલીસનો ડર ! ઠક્કરબાપાનગરમાં થયું જાહેર રોડ ઉપર ફાયરિંગ !

1,627 Views

શહેરના નારોલ – નરોડા હાઇવે પર ઠક્કરબાપાનગર વિસ્તારમાં સિદ્ધિ સેલ્સ પાસે કારમાં આવેલા ચાર શખસો અશોક ગોસ્વામી નામના પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે. ફાયરિંગમાં વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ કૃષ્ણનગર પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને ગાડીના આધારે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

અગાઉ પણ તલવારથી સામસામે હુમલો કરાયો હતો મળતી માહિતી અનુસાર સિદ્ધિ વિનાયક કાર એસેસરીઝના શો રૂમ બહાર જ ફાયરિંગની ઘટના બની હતી. અશોક ગોસ્વામી નામના શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ ગૌરવ ચૌહાણ નામના શખ્સ કર્યું હોવાનું બહાર આવ્યું છે. પૈસાન લેતી-દેતી અને અંગત અદાવતમાં ફાયરિંગ કરાયું હોવાની પ્રાથમિક વિગતો મળી છે. અગાઉ પણ તલવારથી સામ-સામે હુમલો કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *