ગુજરાતમાં આચારસંહિતા લાગુ, 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ

364 Views

ગુજરાતની 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓ (Gujarat Assembly by-Election) યોજાઈ રહી છે. ત્રીજી નવેમ્બરને મંગળવારે થનારા મતદાન પૂર્વે મતદારો શાંતિ પૂર્વક પોતાના મતાધિકારના ઉપયોગ અંગે વિચાર કરી શકે તે ઉદ્દેશ્યથી રવિવારે સાંજે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત (The Election Campaign Resonated) થતા વેંત પક્ષપલટુ ઉમેદવારોની આકરી કસોટી માટે ઉંધી ગણતરી પણ શરૂ થઈ ગઇ છે.

કોરોના કાળમાં (Corona Epidemic) યોજાયેલી રાજ્યસભા ચૂંટણી દરમિયાન માર્ચથી મે-20માં રાજીનામાને કારણે ખાલી પડેલી અબડાસા, મોરબી, લીંબડી, ગઢડા, ધારી, કરજણ, કપરાડા અને ડાંગ એમ આઠ બેઠકો ઉપર મંગળવારે મતદાન યોજાવાનું છે. રવિવારે આ તમામ બેઠકો ઉપર ભાજપના નેતાઓએ આક્રમક પ્રચાર કર્યો હતો. જ્યારે કોંગ્રેસના નેતાઓએ માઈક્રો લેવલ બુથ પ્લાનિંગ અને ઉમેદવારોએ ડોર ટુ ડોર કેમ્પેઈન કર્યું હતુ.

કોરોનાને કારણે આ વખતે મતદાનનો સમય સવારે અને સાંજે એક- એક એમ બે કલાક વધારાયો છે. આથી, મંગળવારે સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થવાના 48 કલાક અગાઉ રવિવારે સાંજે 6 વાગ્યાથી આદર્શ આચારસંહિતાના અમલરૂપ થતા પ્રચાર બંધ થઈ ગયા છે. જોકે હવે ઉમેદવારો લોકોને રૂબરૂમાં મળી પ્રચાર કરી શક્શે.

રવિવારે ચૂંટણી પંચના નિર્દેશો મુજબ ઉમેદવારો અડધા કલાકના અંતરે પાંચ-પાંચ વાહનો સાથે રોડ શો કર્યો હતો. શનિવાર સાંજથી 8 બેઠકોમાં 1807 સ્થળોએ આવેલા 3,024 મતદાન મથકોએ કોરોના વાઈરસ અટકાવવા સામગ્રીઓની વિતરણ શરૂ કરી દેવાયું હતું.

મતદાન મથકમાં પ્રવેશ પહેલા મતદારોનું તાપમાન, ઓક્સિજનની ચકાસણી કરાશે. બાદમાં ડાબા હાથની આંગળીએ અવિલોપ્ય વાદળી શાહીથી ટપકું થશે. મંગળવારે મતદાન પછીના સાતમાં દિવસે 10મી નવેમ્બરે મતગણતરી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *