ટ્રેનમાં યાત્રી માસ્ક નહીં પહેરે તો જેલની સજા, રેલવે મંત્રાલય દ્વારા તહેવાર દરમિયાન કર્યો આદેશ

559 Views

દિવાળીમાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન જો માસ્ક પહેર્યા વગર નજરે પડયા તો જેલની હવા ખાવાનો વખત આવી શકે છે. આ અંગે રેલવે દ્વારા કડક ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

કોરોનામાં રેલવે દ્વારા ચલાવાઈ રહેલી કોવિડ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સનો પાલન કરતા નહિ હોવાનું અને માસ્ક પણ નહીં કરતા હોવાનું રેલ્વે સત્તાધીશોએ ધ્યાને આવતા આકરા પગલા લેવાની જાહેરાત કરાઇ છે. રેલવે દ્વારા આવા તત્વો સામે રેલ્વે એક્ટ 1989ની કલમ 145, 53 અને 154 હેઠળ દંડ અથવા કેદની જોગવાઈ માટે આરપીએફને સત્તા અપાઈ છે. પીઆરઓ ખેમરાજ મીણાએ જણાવ્યું કે, રેલવે દ્વારા આરપીએફને દંડ વસૂલવા અને કાયદેસરની કાર્યવાહી માટે નિયમોનું કડક પાલન કરાવવાની જવાબદારી સોંપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *