‘બાબા કા ઢાબા’ના માલિક કાંતા પ્રસાદ યુટ્યુબર વિરૂદ્ધ ફરીયાદ માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા

457 Views

રાતોરાત ફેમસ થઈ ગયેલા બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદે યુટ્યુબર ગૌરવ વસન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે વાસને ‘બાબા કા ઢાબા’ના નામે મળેલા દાનના નાણાંની હેરાફેરી કરી હતી.

          નવી દિલ્હી: ‘બાબા કા ઢાબા’ના મામલે એક નવો વળાંક આવ્યો છે. ઢાબાના માલિક કાંતા પ્રસાદે ઇન્સ્ટાગ્રામ ઇનફ્લુએંસર અને યુટ્યુબર ગૌરવ વાસન (Gaurav Wasan) સામે મની લોન્ડરિંગની ફરિયાદ નોંધાવી છે.

પૈસા આપવા અપીલ કરી હતી

તે જાણીતું છે કે સોશ્યલ મીડિયા પર વાયરલ થતા એક વીડિયો સાથે પ્રસાદ લોકપ્રિય બન્યા હતા. આ વીડિયોમાં વાસને પ્રસાદના સંઘર્ષ અને મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો છે. આ પછી લોકો ‘બાબા કા ઢાબા’ પર એકઠા થવા લાગ્યા હતા અને ઢાબાનું વકરામાં અધડક વધારો થવા લાગ્યો હતો. પોલીસ સમક્ષની ફરિયાદમાં પ્રસાદે કહ્યું છે કે વાસને તેનો વીડિયો શૂટ કર્યો હતો અને તેને ઓનલાઇન પોસ્ટ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર લોકોને તેને પેસા આપવા માટેની અપીલ કરી હતી .

પોતાનો બેંક નંબર આપ્યો

પ્રસાદના જણાવ્યા મુજબ, વાસને જાણી જોઈને માત્ર તેમના અને તેમના પરિવાર / મિત્રોની બેંક વિગતો અને મોબાઈલ નંબર દાનદાતાઓ સાથે શેર કર્યા અને તેમને કોઈ માહિતી આપ્યા વિના વિવિધ પ્રકારના ચુકવણી દ્વારા મોટા પ્રમાણમાં દાન એકત્રિત કર્યું. ઢાબાના માલિકે પણ આરોપ લગાવ્યો છે કે વાસન વારંવાર માંગણી કર્યા બાદ પણ પૈસા અંગે કોઈ માહિતી આપી રહ્યો નથી. તે જ સમયે, નાયબ પોલીસ કમિશ્નર (દક્ષિણ) અતુલકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે, માલવીયા નગર પોલીસને આ સંદર્ભે ફરિયાદ મળી છે અને આ કેસની તપાસ ચાલી રહી છે. હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી.

ટ્રેંડ કરી રહ્યું હતું #Babakadhaba

નોંધપાત્ર વાત એ છે કે ‘બાબા કા ઢાબા’ વીડિયો એકાએક વાયરલ થયો હતો. લોકો કાંતા પ્રસાદના સંઘર્ષો અને મુશ્કેલીઓ જોઇને ભાવુક થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં ઢાબા પર ખાવા પહોંચ્યા હતા. ટ્વિટર પર પણ # Babakadhaba ટ્રેન્ડ કરી રહ્યો હતો. પરંતુ હવે આ મામલો સંપૂર્ણ રીતે પલટાયો છે. બાબાને ફેમસ કરનારો યુટ્યુબર ગૌરવ વાસન પોતે કઠઘરામાં આવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *