CSKનો શેન વોટસન ખેલાડી હવે એકપણ IPLમાં નહીં રમે – થયા નિવૃત

2,036 Views

                2018માં તેની તોફાની બેટિંગથી ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવનાર ખેલાડી શેન વોટસન નિવૃત્ત થઈ ગયો છે. આ દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ખેલાડી હવે IPLમાં નહીં રમે. શેન વોટસન IPL-2020માં કંઈપણ ખાસ કરવામાં નિષ્ફળ ગયો. આ ખેલાડીએ 11 મેચમાં માત્ર 29.90 ની સરેરાશથી 299 રન બનાવ્યા હતા. વોટસનના બેટે 2 અર્ધી સદી ફટકારી હતી અને તેનો સ્ટ્રાઇક રેટ 121.05 હતો.

                મોટી વાત એ છે કે શેન વોટસન જેવા દિગ્ગજ ખેલાડી મેદાનમાંથી ક્રિકેટને અલવિદા કહી શક્યા નહીં. ચેન્નાઈ સુપર કિંગ્સે શેન વોટસનને તેની છેલ્લી લીગ મેચની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું નથી. વોટસને 29 ઓક્ટોબરે IPLની છેલ્લી મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે રમી હતી.

                અહેવાલો અનુસાર, ચેન્નાઈ સુપર કિંગ્સ મેનેજમેન્ટને પણ ખબર નહોતી કે શેન વોટસન આ સિઝન પછી ક્રિકેટને અલવિદા કહેશે. ચેન્નાઇએ કિંગ્સ ઇલેવન પંજાબ સામે છેલ્લી લીગ મેચ રમતાની સાથે જ વોટસને તેના સાથી ખેલાડીઓને કહ્યું કે તે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે. 2018 ની IPLની ફાઇનલમાં વોટસને શાનદાર સદી ફટકારી ચેન્નઈ સુપર કિંગ્સને ત્રીજી વખત IPL ચેમ્પિયન બનાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *