નવી દિલ્હી – 7 થી 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ આવી શકે છે !

456 Views

નવી દિલ્હી નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલ દ્વારા વાયુ પ્રદૂષણના મુદ્દે મોદી સરકાર, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ને પ્રશ્નો પૂછ્યો છે અને જો તેમના દ્વારા હા માં ઉત્તર આપવામાં આવે છે તો 7થી 30 નવેમ્બર સુધી દિલ્હી-NCRમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. NGTA વન અને પર્યાવરણ મંત્રાલય તેમજ CPCBને પ્રશ્નો પૂછ્યો છે કે શું જનવ્યવસ્થા અને પર્યાવરણના હિતમાં 7થી 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવે? દર વર્ષે દિવાળી પર ધમાકેદાર આતશબાજી થતી હોય છે અને તેને પગલે વાયુ પ્રદૂષણમાં વધારો થતો હોય છે.

          NGT પ્રમુખ જસ્ટિસ એ. કે. ગોયલની અધ્યક્ષતા હેઠળની બેન્ચે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય, CPCB, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ, દિલ્હી પોલીસ કમિશ્નર ઉપરાંત દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સરકાર પાસે જવાબ માંગ્યો છે.

          NGTA વરિષ્ઠ વકીલ રાજ પંજવાની અને વકીલ શિવાની ઘોષને ન્યાય મિત્ર જાહેર કર્યા છે. બેન્ચે ઈન્ડિયન સોશિયલ રિસ્પોન્સિબિલિટી નેટવર્ક વતી સંતોષ ગુપ્તા દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી હતી, જેમાં NCRમાં આતશબાજીને પગલે પ્રદૂષણ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી. કોવિડ 19 મહામારીને ટાંકીને તેમણે અસંતોષકારક વાયુ ગુણવત્તા રહેવાથી પ્રતિબંધ લાગુ કરવા માંગ કરી છે.  

          અરજીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને દિલ્હીના આરોગ્ય મંત્રીના નિવેદનોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે તહેવારોની સીઝનમાં વાયુ પ્રદૂષણને લીધે કોવિડ 19ના કેસોમાં વધારો થવાની સંભાવના રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *