‘મેં સંન્યાસ લીધો’, વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન સિંધૂએ સન્યાસલીધો – ટ્વીટ કર્યા પછી લોકોના ધબકારા વધારી દીધા

2,134 Views

નવી દિલ્હી –  વિશ્વ ચેમ્પિયન પી વી સિંધૂએ એક ટ્વીટ કરીને તેના કરોડો ચાહકોને ચોંકાવી દીધા છે. પોસ્ટમાં તેણે સંન્યાસ લેવા અંગે જણાવ્યું હતું. આ જ કારણથી તેના પ્રશંસકો હેરાન થઈ ગયા હતા, જો કે સિંધૂની ટ્વીટથી ઘણા લોકોને આશ્ચર્યમાં નાકી દીધા હતા. તેણે પોસ્ટમાં જણાવ્યું હતું કે ડેનમાર્ક ઓપન તેમની અંતિમ ટૂર્નામેન્ટ હતી અને હવે તેણે સંન્યાસ લેવાનો વિચાર કરી લીધો છે. રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધૂનું ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું અને તેની સંન્યાની ચર્ચા વાયુવેગે પ્રસરી હતી.


હકિકતમાં પી વી સિંધૂએ બેડમિન્ટનમાંથી સંન્યાસ નથી લીધો પરંતુ તેણે કોરોના વાયરસ પ્રત્યે લોકોને જાગરુક કરવાના ઉદ્દેશથી આ ટ્વીટ કર્યું હતું. સિંધૂએ પોસ્ટના પ્રથમ પેજ પર લખ્યું કે, ડેનમાર્ક ઓપન આખરી સ્ટ્રૉ હતું. મે સંન્યાસ લીધો. બીજા પેજ પર સિંધૂએ સ્પષ્ટતા કરતા લખ્યું કે, કોરોના મહામારીએ મારી આંખો ખોલી નાંખી છે. હું મારા પ્રતિસ્પર્ધીઓને હરાવવા માટે છેલ્લા શ્વાસ સુધી પ્રયાસ કરું છું અને અને કરતી રહીશ, પરંતુ અદ્રશ્ય એવા કોરોના વાયરસને કેવી રીતે માત આપું, જેના લીધે સમગ્ર દુનિયામાં હાહાકાર મચી ગયો છે.

સિંધૂએ વધુમાં લખ્યું કે લોકડાઉનને પગલે ઘરમાં રહીને મે કેટલાય મહિના વિતાવ્યા અને હવે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે પોતાની જાતને પ્રશ્ન પૂછીએ છીએ. આ ગાળામાં મેં દિલ તૂટી જાય તેવી અનેક ઓનલાઈન વાતો વાંચી અને મારી જાતને સવાલ કરું છું કે આખરે આપણે ક્યાં જીવી રહ્યા છીએ.

આપણે આ મુદ્દા પરથી ભટકવું જોઈએ નહીં અને વધુ તૈયારી રાખવી જોઈએ. આપણે સાથે મળીને આ વાયરસને હરાવીશું. આપણે જે વિકલ્પ પસંદ કરીશું તેનાથી આપણું તેમજ આગામી પેઢીનું ભાવિ નક્કી થશે અને આપણે તેમને નિરાશ ના કરી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *