કાબુલ યુનિવર્સિટીમાં બુક ફેરમાં અંધાધૂંધ ફારયિંગમાં 25નાં મોત

613 Views

એજન્સી, કાબુલ

અફઘાનિસ્તાનની કાબુલ યુનિવર્સિટીમાં સોમવારે આતંકવાદીઓ એક બુક ફેરમાં અંધાધૂંધ ગોળીબાર કરતા 25 લોકોના મોત નિપજ્યા છે. મૃત્યુંના ભોગવનેલા મોટાભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આતંકવાદી અફઘાનિસ્તાનની સૌથી મોટી કાબુલ યુનિવર્સિટીમાં ત્રણ આતંકવાદીઓ ઘૂસ્યા હતા અને ધાણી ફૂટ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સત્તાવાર અહેવાલ મુજબ 25 લોકોના મોત થયા છે. કેટલાક વિદ્યાર્થીઓની લાશ ક્લાસરૂમની અંદર લોહીમાં લથબથ હાલતમાં મળી આવી. કાબુલમાં બે સપ્તાહમાં બીજી વખત શૈક્ષણિક સંસ્થાને આતંકવાદીઓએ નિશાન બનાવીને ખૂની ખેલ ખેલ્યો છે.

આ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે 11 વાગ્યે બની હતી. સૌપ્રથમ એક આત્મઘાતી આતંકવાદીએ પોતાને ઉડાડી દીધો હતો. જ્યારે બીજા બે હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું જેને પગલે ડરી ગયેલા વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી હતી.

આ ભયાવહ ઘટનાના સાક્ષી એવા 23 વર્ષના વિદ્યાર્થી ફરાઈદૂન અહમદે જણાવ્યું કે જ્યારે યુનિવર્સિટીમાં ફાયરિંગ શરૂ થયું ત્યારે તે ક્લાસમાં હતો. અમે સખત ડરી ગયા હતા અને અમને લાગતું હતું કે આ અમારી ઝિંદગીનો છેલ્લો દિવસ હોઈ શકે છે. યુવક-યુવતીઓ બૂમાબૂમ કરી રહ્યા હતા અને પ્રાર્થના પણ કરી રહ્યા હતા. લગભગ બે કલાક સુધી તે યુનિવર્સિટીની અંદર જીવ બચાવવા છુપાયેલો રહ્યો હતો.

અત્યાર સુધી કોઈપણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી નથી સ્વીકારી. ગૃહ બાબતોના પ્રવક્તા તારિક એરિયને જણાવ્યું કે, 25 લોકોના મોત થયા છે અને 22થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. કડક સુરક્ષા વચ્ચે આતંકવાદીઓ હથિયાર સાથે યુનિવર્સિટીમાં કેવી રીતે ઘૂસ્યા તે તપાસનો વિષય છે. કાબુલ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મૃતકોમાં 10 યુવતીઓનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *