શિક્ષકે વિદ્યાર્થીઓને ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ કરતા વાલીઓ ઉશ્કેરાયા અને શિક્ષકને મેથીપાક ચખાડ્યો

1,882 Views

અંકલેશ્વર – શિક્ષણ જગતમાં વધુ એક શિક્ષકની શરમજનક હરકત સામે આવી છે. ભરૂચના અંકલેશ્વરના પદ્માવતી નગરમાં આવેલ સરસ્વતિ વિદ્યામંદિર શાળાના શિક્ષકે શાળાના ઓનલાઈન ગ્રૂપમાં અશ્લીલ વિડીયો પોસ્ટ કરતા હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અર્થે બનાવાયેલ વોટ્સએપ ગ્રુપમાં વીડિયો પોસ્ટ થતાં રોષે ભરાયેલા વાલીઓએ શાળા પર પહોંચી ભારે વિરોધ નોંધાવ્યો હતો.

       સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાયરસને લઇ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચના અંકલેશ્વરમાં શિક્ષકની અશ્લીલતા સામે આવી છે. ભરૂચના એક શિક્ષકે વિદ્યાર્થીઓને ગ્રુપમાં અશ્લીલ વીડિયો મોકલી દીધા હતો.

       ઘટનાને પગલે વાલીઓએ શાળાએ જઈ હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં, અશ્લીલ વીડિયોને કારણે લોકો ખૂબ જ ઉશ્કેરાઇ ગયા હતા અને શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *