જાનૈયાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય – રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે 200 લોકોને છૂટ

409 Views

       રાજ્યમાં લગ્ન સીઝનને લઈને રૂપાણી સરકારે ફરી મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે 200 લોકોની છૂટ આપવામાં આવી છે. ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં લોકો હાલ કોરોના મહામારી સામે લડી રહ્યા છે. ત્યારે ગુજરાત અને દેશમાં અનલોકમાં સરકાર દ્વારા ધીમે ધીમે છૂટછાટની રાહત આપવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી લગ્ન સમારંભોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં લગ્ન સમારંભોમાં લોકોને કેટલા લોકોને હાજર રાખવા તેને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ 200 લોકોની છૂટ અપાશે. આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ છૂટછાટનો અમલ તારીખ 3 નવેમ્બરથી રાજ્યભરમાં થશે. બંધ હોલમાં આવા સમારંભના કિસ્સામાં હોલની કેપેસિટીના 50 ટકા સુધી જ છૂટ અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *