વાહનવ્યવહાર વિભાગનો મહત્વનો નિર્ણય – કાચા ડ્રાઈવિંગ લાઈસન્સની ટેસ્ટ હવે નજીકની ITIએ આપી શકો છો.

359 Views

કોરોનાને ધ્યાને રાખીને રાજ્યના વાહનવ્યવહાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.  જે અંતર્ગત જેમને ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવાના બાકી છે, ત્યારે કાચા ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ માટે હવે વેટિંગ નહીં કરવું પડે, તેવું વાહનવ્યવહાર વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

          લોકોને ટેસ્ટ  માટે RTO કચેરીએ ન આવું પડે તે માટે હવે તમારા ઘરની બાજુમાં રહેલી ITI કચેરીએ બપોરની જગ્યાએ સવારથી ટેસ્ટ લેવાનું શરૂ કરાયું છે. પહેલા બપોરે 2.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી ટેસ્ટ લેવાતો હતો. પરંતુ હવે ITI માં સવારે 9 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી અરજદારો ટેસ્ટ આપી શકશે.

          સુરતની ITI કચેરીઓમાં હવે સવારે 9 વાગ્યાથી કાચા ડ્રાઈવિંગ લાઈસન્સ માટે કોમ્પ્યુટરની ટેસ્ટ લેવાશે. અત્યાર સુધી ITI કચેરીમાં બપોરે 2.30 કલાક બાદ ટેસ્ટ લેવામાં આવતી હતી. પરંતુ હવે કચેરીનો સમય બદલીને સવારે 9થી સાંજે 5.30 કલાકનો કરી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *