કરજણમાં મતદારોને રૂપિયાની વહેંચણી કરતો વીડિયો વાઈરલ, ભાજપવાળા રૂપિયા વહેંચતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

301 Views

ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકના ઇંટોલા અને ગોસીન્દ્રા ગામોમાં વિસ્તારમાં વોટ માટે ખુલ્લેઆમ પૈસા વેચતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ મામલે કોંગ્રસે ભાજપ સામે કાર્યવાહી કરવા માટે ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે.

કોંગ્રેસના કરજણના ચૂંટણી એજન્ટ ઉપેન્દ્રસિંહ રણા અને કોંગ્રેસ અગ્રણી શૈલેશ અમીને ચૂંટણી અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, આજે ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ઇંટોલા અને ગોસીન્દ્રા ખાતે જાહેરમાં ભાજપવાળા વોટ ખરીદવા કેશ ફોર વોટની પ્રક્રિયા કરી રહ્યા છે. જે આદર્શ આચારસંહિતાનો ભંગ છે. આવા વોટ સામે રૂપિયા વહેંચનારાઓની તાત્કાલિક ધરપકડ કરવી અને તેમની પર કાયદેસરની કાર્યવાહી કરો અને ચૂંટણી પૂરી થાય નહીં, ત્યાં સુધી આવા રૂપિયા વહેંચનારાને પોલીસ ડીટેઇન કરીને રાખવા અમારી ફરિયાદ નોંધ કરવા કાર્યવાહી કરવી.

કોંગ્રેસે આ અંગે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હોવા છતાં હજી સુધી આ મામલે કોઇ કાર્યવાહી થઇ નથી. જેને લઇને કોંગ્રેસમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઝડપથી આ મામલે કાર્યવાહી થાય તેવી કોંગ્રેસે માંગ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *