4 નવેમ્બરે કરવા ચોથ: આ વર્ષે ચંદ્ર સાથે દેખાશે આ પણ, જાણો અને જોવાનું તમે પણ ભૂલતા નહિં….

1,147 Views

તા. ૪ નવેમ્બર, ૨૦૨૦ બુધવારના દિવસે સૌભાગ્યવતી મહિલાઓનો મહાપર્વ એટલે કે કરવા ચોથ ઉજવવામાં આવશે. આસો માસના કૃષ્ણ પક્ષની ચતુર્થ તિથિના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને પોતાના સૌભાગ્ય માટે નિર્જળ વ્રત કરે છે. આખો દિવસ આ રીતે વ્રત કર્યા પછી સાંજે ચંદ્રમાંના દર્શન અને પૂજા- અર્ચના કરી લીધા પછી પતિના હાથે જળ ગ્રહણ કરે છે. ભોપાલના વિજ્ઞાન બ્રોડકાસ્ટર સારિકા ધારુના જણાવ્યા મુજબ આ વર્ષે કરવા ચોથના પર્વ પર એટલે કે આવતી કાલે ચંદ્રમાંની સાથે સાથે મંગળ ગ્રહ, ગુરુ ગ્રહ અને શનિ ગ્રહ પણ જોવાની સુવર્ણ તક પ્રાપ્ત થવાની છે.

image source

તા. ૪ નવેમ્બર, ૨૦૨૦ બુધવારની સાંજે ચન્દ્રોદય અંદાજીત ૮ વાગ્યા પછી થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જો કે ચંદ્રમાંના દર્શન અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સમયે થઈ શકે છે. ભોપાલમાં ચંદ્રોદય સાંજે ૮:૨૪ વાગે થવાની શક્યતા છે. કરવા ચોથની સાંજે ચંદ્રમાંની પાછળ વૃષભ રાશિનું તારામંડળને આપ જોઈ શકશો.

image source

આ સાથે જ પૂર્વ દિશામાં આપને લાલ રંગનો ચમકતો મંગળ ગ્રહ જોવા મળી શકે છે. ત્યાં જ પશ્ચિમ દિશામાં ગુરુ ગ્રહ અને શનિ ગ્રહને પણ આપને જોવા મળશે. કરવા ચોથના દિવસે પૃથ્વી અને ચંદ્રમાં વચ્ચેનું અંતર અંદાજીત ૪ લાખ કિલોમીટર કરતા વધારે રહી શકે છે. કરવા ચોથની સાંજે ચંદ્રમાં આપને અંદાજીત ૯૦% વધારે ચમક ધરાવતો જોઈ શકશો.

image source

મધ્ય પ્રદેશ રાજ્યના ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા મુજબ કરવા ચોથની તિથિના રોજ રાતના સમયે ચોથ માતાની પૂજા કરવામાં આવે છે ત્યાર પછી જયારે આકાશમાં ચન્દ્રોદય થાય ત્યારે ચંદ્રમાંને અર્ધ્ય અપર્ણ કરવામાં આવે છે અને ત્યાર પછી જ સૌભાગ્યવતી સ્ત્રીઓ જેમણે કરવા ચોથનું વ્રત કર્યું હોય તેઓ જળ અને ભોજન ગ્રહણ કરે છે. \કરવા ચોથના વ્રતમાં ચોથ માતાનું કરવામાં આવે છે તેમજ ચોથ માતાની કથા વાંચવી અને અન્ય સ્ત્રીઓએ સાંભળવી પણ આવશ્યક છે.

image source

કરવા ચોથના દિવસે ચંદ્રમાંની સાથે સાથે ભગવાન ગણેશ અને શિવ- પાર્વતીની વિશેહ્સ કરીને પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશને પૂજામાં દુર્વા, જનોઈ સહિત અન્ય પૂજાની સામગ્રી અર્પિત કરવામાં આવે છે ભોગ ધરાવવાનો હોય છે. ત્યાર બાદ ભગવાન ગણેશના મંત્ર ‘ૐ ગં ગણપતયૈ નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. આ સાથે જ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરતા સમયે આપે ‘ૐ ઉમામહેશ્વરાય નમઃ’ મંત્રનો જાપ કરવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાની સાથે જ ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન ધરવું જોઈએ.

image source

આપે કરવા ચોથ નિમિત્તે કોઈ જરૂરીયાતમંદ સ્ત્રીને સૌભાગ્યનો સામાન એટલે કે, લાલ સાડી, બંગડી, ચાંદલા, આભુષણ સહિત અન્ય વસ્તુઓનું દાન કરવું જોઈએ. કરવા ચોથ નિમિત્તે આ શુભ કાર્ય કરવાથી આપને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *