મધ્ય પ્રદેશમાંથી છેડછાડના આરોપમાં એક્ટર વિજય રાજની ધરપકડ, કો-એક્ટ્રેસે લગાવ્યા ગંભીર આરોપ

1,415 Views

ફિલ્મ અભિનેતા વિજય રાજને એક મહિલા સાથે છેડછાડના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યા છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વિજયની ધરપકડ મધ્ય પ્રદેશના બાલાઘાટમાંથી થઈ છે. તેના પર તેમની જ કો એક્ટ્રેસે છેડછાડનો આરોપ લગાવ્યો છે.

જણાવવામાં આવી રહ્યુ છે કે, વિજય રાજ પોતાની ટીમ સાથે મધ્ય પ્રદેશના બાલાઘાટમાં હતા, જ્યાં તેઓ પોતાની આગામી ફિલ્મ શેરનીનું શૂટીંગ કરવા પહોચ્યા હતા. આ ફિલ્મમાં વિદ્યા બાલન લીડ રોલમાં છે.

મહિલા કો એક્ટ્રેસે છેડછાડનો આરોપ લગવાતા રામનગર પોલીસે કાર્યવાહી કરતા વિજયની ધરપકડ કરી છે. હાલ આગળની તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *