બુર્જ ખલીફા પર શાહરુખ ખાનનું નામ, SRK એ કહ્યું ‘વિશ્વની સૌથી ઊંચી સ્ક્રીન પર મારી જાતને જોવાની મજા આવી’,VIDEO

1,563 Views

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કિંગખાનએ તા. ૨ નવેમ્બર, ૨૦૨૦ સોમવારના રોજ પોતાનો ૫૫મો બર્થ ડે દુબઈમાં નજીકના મિત્રો અને પરિવારની
સાથે ઉજવ્યો હતો. દુનિયાભરમાં આવેલ શાહરૂખ ખાનના ફેંસ દ્વારા પોતાના મનપસંદ સ્ટાર શાહરૂખ ખાનને જન્મદિનની  ભકામનાઓ
પાઠવવામાં આવી હતી.

image source

દુબઈના આઈકોનીક એવા બુર્જ ખલીફા દ્વારા અભિનેતા શાહરૂખ ખાનની ઈમેજ ડિસ્પ્લે કરીને જન્મદિનની શુભકામના આપી હતી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ અભિનેતા શાહરૂખ ખાનને બુર્જ ખલીફા દ્વારા આવી રીતે જ જન્મદિનની શુભકામના આપવામાં આવી હતી.

કરણ જોહર દ્વારા વિડીયો શેર કરવામાં આવ્યો છે.

 

અભિનેતા શાહરૂખ ખાનએ પોતાના પરિવાર અને નજીકના મિત્રો સાથે દુબઈના બુર્જ ખલીફાની આગળ પોતાના જન્મદિનની ઉજવણી કરી હતી. કરણ જોહર દ્વારા જે વિડીયો શેર કરવામાં આવ્યો છે તેમાં કરણ જોહર કહે છે કે, હેપ્પી બર્થ ડે શાહરૂખ. લવ યુ. આગળ કરણ જોહર કહે છે કે, ભગવાન એવું કરે કે, આ રોશની હંમેશા આમ જ ઝગમગતી રહે. આ વિડીયોમાં અભિનેતા શાહરૂખ ખાન બુર્જ ખલીફાની આગળ ઉભા રહેલ જોઈ શકાય છે.

શાહરૂખ ખાનએ આભાર વ્યક્ત કર્યો.

 

અભિનેતા શાહરૂખ ખાનએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બુર્જ ખલીફાનો એક ફોટો શેર કર્યો છે આ ફોટોમાં શાહરૂખ ખાન બુર્જ ખલીફાની આગળ ઉભા રહ્યા છે.

 

આ ફોટો શેર કરતા શાહરૂખ ખાનએ કહ્યું હતું કે, ‘વિશ્વની સૌથી મોટી અને ઉંચી સ્ક્રિન પર પોતાની જાતને જોઈને ઘણો આનંદ થઈ રહ્યો છે. મારા મિત્ર મોહમ્મદ અલબરએ મારી આવનાર ફિલ્મ રીલીઝ થાય એની પહેલા જ આ કરી દીધું છે. બુર્જ ખલીફા અને દુબઈના આટલા પ્રેમ માટે પોતાનો આભાર વ્યક્ત કર્યો. દુબઈમાં હું જાતે જ ગેસ્ટ બનીને આવ્યો છું. મારા બાળકો આનાથી ઘણા ઈમ્પ્રેસ થઈ શકે છે અને મને એની પર પ્રેમ આવી રહ્યો છે.’

આ અગાઉ એક વિડીયો શેર કરીને જણાવ્યું હતું, આવતા વર્ષે સાથે બર્થ ડે ઉજવીશું.

 

અભિનેતા શાહરૂખ ખાનએ એક વિડીયો શેર કરતા કહ્યું હતું કે, ‘આપના બધાની પ્રાર્થના અને શુભકામનાઓનો આભાર વ્યક્ત કરવા માટે આ વિડીયો બનાવ્યો છે. SRK યુનિવર્સ, ફેંસ ક્લબ અને અન્ય બધા જ જેઓના નામ હું ભૂલી રહ્યો હોવ. આપે બ્લડ ડોનેશન, PPE કિટ્સ અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ આપી છે તેના માટે અપનો આભાર. આપ જ્યાં સુધી પ્રેમ વહેચશો નહી ત્યાં સુધી મારા જેવા લવર બોય બની શકશો નહી. આપને ઘણો બધો પ્રેમ. આવતા વર્ષે સાથે બર્થ ડે પાર્ટી કરીશું. ૫૫માં બર્થ ડે કરતા ૫૬મો બર્થ ડે વધારે સારો હશે. લવ યુ ઓલ.’ ફેંસએ જરૂરિયાતમંદ વ્યક્તિઓને વસ્તુઓ આપી.

image source

શાહરૂખ ખાનના જન્મદિનના દિવસે એક ફેન ક્લબ દ્વારા ડોનેશનની જાણકારી ટ્વીટર હેન્ડલ પર આપવામાં આવી હતી, આ ફેન ક્લબ
દ્વારા ૫૫૫૫ માસ્ક, સેનેટાઈઝર અને ભોજનની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જયારે અન્ય એક ફેન ક્લબ દ્વારા PPE કીટ
વેહેચવામાં આવી હતી.

મન્નતની બહાર સુનકારો.

image source

હાલમાં શાહરૂખ IPLના લીધે UAEમાં છે. જેના લીધે મુંબઈમાં શાહરૂખ ખાનના ઘર ‘મન્નત’ની બહાર આ વર્ષે સન્નાટો જોવા મળ્યો છે.
ત્યાં જ શાહરૂખ ખાનએ પણ એક વિડિયો રીલીઝ કરીને પોતાના ફેંસને અપીલ કરતા કહ્યું હતું કે, ફેંસએ જન્મદિન ઉજવવા માટે એકઠા થવું નહી. સામાન્ય રીતે દર વર્ષે શાહરૂખ ખાનના જન્મદિનના દિવસે તેમના ઘર ‘મન્નત’ની બહાર તેમના ફેંસની ભીડ એકઠી થઈ જતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *