અમદાવાદના પીરાણા વિસ્તારમાં આવેલા કપડાના ગોડાઉનમાં ભયંકર આગ લાગવાથી 9 કામદારો બળીને ભળથુ થયા

264 Views

એક તરફ દિવાળીનો તહેવાર નજીક આવી ગયો છે. દર વર્ષે ત્યારે દિવાળી પહેલા અનેક આગના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આજ રોજ અમદાવાદના પીરાણા પાસે ગણેશનગરમાં આવેલા કાપડના ગોડાઉનમાં સૌથી ભયાનક આગ લાગી છે. અને આ આગના અનુલક્ષીને પ્રાપ્ત પ્રથમિક માહિતી અનુસાર અત્યાર સુધીમાં 4 જેટલા કામદારો બળીને ભળથુ થયા છે.

                દિવાળી ટાણે હવે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ ફરીથી શરૂ થઈ છે. અમદાવાદમાં કાપડ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ મળતા અફડા-તફડીનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના પીરાણા પાસે ગણેશનગરમાં આવેલા કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. પીરાણા પાસે નાનુકાકા એસ્ટેટમાં ગોડાઉનમાં આગ લાગી છે. સ્થાનિક લોકો દ્વારા આ ઘટનાની મળતી માહિતી મળતા ફાયર બ્રિગેડના 40 જવાન રેસ્ક્યુમાં જોડાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *