વિરાટ કોહલી અને રોહિત શર્માનો વન-ડે રેન્કિંગમાં દબદબો યથાવત….

1,921 Views

એજન્સી, દુબઈ

       ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્માનો  આઈસીસી વન-ડે રેન્કિંગમાં ટોચના ક્રમે દબદબો યથાવત્ રહ્યો છે. જ્યારે બોલર્સની યાદીમાં ભારતના ફાસ્ટર બોલર જસપ્રિત બુમરાહે પોતાનો બીજો ક્રમ જાળવી રાખ્યો છે.

       ICC વન-ડે રેન્કિંગમાં 871 પોઈન્ટ સાથે વિરાટ કોહલી પ્રથમ ક્રમે તેમજ રોહિત શર્મા 855 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. કોરોના મહામારીને પગલે છેલ્લા સાત મહિનાથી ભારતીય ખેલાડીઓ એકપણ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં રમી શક્યા નહતા. પાકિસ્તાનનો બેટ્સમેન બાબર આઝમ 8 પોઈન્ટના વધારા સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. આઝમે તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની મેચમાં 125 રનની ઈનિંગ સાથે કુલ 221 રન કર્યા હતા. ઝિમ્બાબ્વેના બેટ્સમેન બ્રેન્ડન ટેલર તેમજ સીન વિલિયમ્સ પણ પોતાની શાનદાર સદીની મદદથી રેન્કિંગમાં ઉપરના ક્રમે રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *