લાંબી બીમારી બાદ બોલીવૂડના અભિનેતા ફરાઝ ખાનનું નિધન

690 Views

એજન્સી, મુંબઈ

          બોલીવૂડના અભિનેતા ફરાઝ ખાનનું નિધન થયું છે. આ ફરાજ ખાનનું નિધન અંગેની માહિતી એક્ટ્રેસ પૂજા ભટ્ટે ટ્વીટ કરીને આપી હતી. ફરાઝ ખાન બેંગલુરુની એક હોસ્પિટલમાં ICUમાં વેન્ટિલેટર પર હતો. ફરાઝ ખાન લાંબા સમયથી ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરથી પીડાતો હતો અને તેની સારવાર ચાલી રહી હતી. સ્થિતિ વણસતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

       પૂજા ભટ્ટે ટ્વીટ કરીને લખ્યું છે કે ભારે હૈયે હું તમને એક દુઃખદ સમાચાર આપી રહી છું. ફરાઝ ખાનનું નિધન થયું છે. તમે લોકોએ જે મદદ કરી તે બદલ તમારો આભાર. તમે સૌ મદદ માટે આગળ આવ્યા, જ્યારે ફરાઝના પરિવારને આની સૌથી વધુ જરૂર હતી. ફરાઝના પરિવારને તમારી પ્રાર્થનામાં યાદ કરજો. ફરાઝના નિધનથી જે ખાલીપો પડ્યો છે તે કોઈ નહીં ભરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *