ટ્રમ્પનું કહેવું છે કે US રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગોલમાલ થઈ છે, સુપ્રીમ કોર્ટમાં પડકારીશ.

784 Views

એજન્સી, વોશિંગ્ટન                    

          અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે US રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મોટી ગોલમાલ થઈ છે અને અમેરિકાના નાગરિકોની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. હું હવે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીને પડકારીશ. US પ્રેસિડેન્ટે આ વાત ત્યારે જણાવી જ્યારે હજુ મહત્વના રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીની મતગણતરીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન રેસમાં આગળ ચાલી રહ્યા છે.

          વ્હાઈટ હાઉના પૂર્વ તરફના રૂમમાં પસંદગીના મહેમાનોને સંબોધતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે, 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમનો વિજય થયો છે. ટ્રમ્પે દાવો કરતા કહ્યું કે એકાએક બધું અટકી ગયું. આ અમેરિકાના લોકો સાથે છેતરપિંડી છે. આ આપણા દેશ માટે શરમજનક છે. અમે ચૂંટણીમાં વિજયની તૈયારીઓ કરી રહ્યા હતા. અમે નિખાલસ રીતે આ ચૂંટણી જીતી લીધી છે. જો કે ટ્રમ્પે ચૂંટણી પ્રક્રિયામાં શું ગોલમાલ થઈ છે તે અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *