દાહોદના ઝાલોદમાં હિરેન પટેલની હત્યાનો આરોપીની દુકાનની અવેજમાં ખોટા બીલો મૂકી સરકારી તિજોરી પર ચૂનો ચોપડ્યો – ચીફ ઓફિસર દ્વારા પોલિસ ફરિયાદ થવાના એંધાણ

413 Views

અજય કલાલની દુકાનની અવેજમાં મૂકેલા તમામ બીલો ખોટ સાબિત થયાં છે.કામ થયા વગરના જ બીલો મુકાયા અને રાહુલ જોધા રાઠોના ખાતામાં રકમ જમા કરવા સહમતી આપી દેવાઈ છે.

ઝાલોદ નગર પાલિકા કાઉન્સિલર હિરેન પટેલની હત્યા અંગે નગર લોકોમાં વિવિધ તર્કો ચાલી રહ્યા છે. મુખ્ય માથાઓ સુધી પોલી એક મહિનાનો સમય વિતી જવા છતાં પહોંચી સકી નથી. ત્યારે હિરેન પટેલની હત્યાં સોપારી આપનાર અજય કલાલના નામે બારોબાર ટ્રાન્સફર થઈ ગયેલી દુકાનને લઈને વધુ એક ગેરરીતિ બહાર આવી છે.

પાલકિએ આ દુકાનમાં સાટા પદ્ધતિના ઉપયોગ ગેરકાયદેસર ગણી અને આ અંગે હાલ નોટિસ પાઠવી અને નાણાં જમા કરવાનું જણાવવામા આવ્યું છે. ત્યારે આ દુકાનન અવેજમાં મુકવામા આવેલા બીલોના છબરડા પણ સામે આવ્યા છે. જેમાં, દુકાનની અવેજમાં મુકવામાં આવેલા બીલો જે પણ કામના છે. તેમાં એક પણ કામ થયેલ ન હોવાનું હાલ પાલિકાના ધ્યાને આવ્યું છે. આ કામોમાં બોર, હેન્ડ પંપ, એ.ઈ.ડી.લાઈટ કેમિકલ તથા બાંધકામ મટીરીયલના  બીલોનો સમાવેશ થાય છે.

પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા આ અંગે પોલીસ ફરિયાદદાખલ કરી અને કામો થયાં વિના જ બીલો રજૂ કરી પાલિકા સાથે છેતરપિંડી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે. તેમ હાલ તો લાગી રહ્યું છે ત્યારે બંધબારણે આ દુકાનનો કબજો પરત આપવાની ઓફર પણ પાલિકાને મળી છે. તેમ છતાં પાલિકા આ અંગે હાલ તો કંઈ કાચું કાપવાના મૂડમાં લાગી રહી નથી.

કોના કેટલા બિનું ચુકવણું થયું તેની યાદી

ઈરફાન બોરવેલ, ઝાલોદ – 14,80,300/-

ક્રિષ્ણા કેમિકલ્સ અમદાવાદ – 3,11,950/-

નુરાની સ્ટીલ ફર્નિચર વર્કસ, ઝાલોદ – 2,56,967/-

વૈદેહી કંસ્ટ્રક્સન, ઝાલોદ – 3,24,500/-

મુસ્કાન ટ્રાન્સપોર્ટ એન્ડ સપ્લાયર્સ, દેવગઢ બારિયા – 12,06,740/-

કુલ બિલો – 35,80,457/-

આ તમામ બિલ જીએસટી કે સીએસટી વગરના જ હોઈ આ બીલો ખોટા હોવાનું કહેવામાં આવે છે.તો સાથે સાથે આ તમામ એજન્સીઓ સામે પણ પાલિકા તંત્ર દ્વારા એક્શન લેવામા આવશે. તથા બ્લેક લિસ્ટેડ કરવામા પણ આવશે તેમ વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે પાલિકામાં ગત વર્ષોમાં માત્ર એક દુકાનમાં જ જો લાખોનો ચૂનો ચોપડવામાં આવ્યો હોય તો, અન્ય કામોમાં કેટલી ગેરરીતિઓ કરવામા આવી હસે તે વિચારવાની બાબત છે. પાલિકાના ચોપડે એન્ટ્રી બે થી ત્રણ લાખ રૂપિયા દુકાનની અવેજમાં મુકવામા આવેલા બીલો જ્યારે લાખોમાં છે ત્યારે પાલિકાના ચોપડે આ રકમ બે માટે બે તી ત્રણ લાખની કુલ 17 જેટલી પહોંચો આપવામા આવી છે.

પાલિકા દ્વાર દુકાનના વ્યવહારમા ગેરરીતિમાં પાલિકાનો કાઉન્સિલર જ માસ્ટર માઈન્ડ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. આ દુકાનવાળી ગેરરીતિમા પાલિકાનો જ એક કાઉનિસ્લિર સામેલ હોવાની ચર્ચાઓ પાલિકા વર્તુળમાં ચર્ચાઈ રહી છે. ત્યારે પાલિકાના આ કાઉન્સિલ સામે પાલિકા કોઈ પગલાં લેશે તો પાલિકામાં થયેલી આવી અન્ય ગેરરીતિઓ પણ બહાર આવી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *