રૂપાણી સરકારનો અંતિમ નિર્ણય – દિવાળી પછી શાળામાં શૈક્ષણિક કાર્યનો આરંભ

599 Views

GANDHINAGAR –            કોરોના વાયરસના કારણે છેલ્લા સાત મહિનાથી શાળા અને કોલેજો બંધ છે. ત્યારે ગતરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં શાળાઓ શરૂ કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે અને કેબિનેટ બેઠકમાં અન્ય કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.

            રાજ્યમાં શાળાઓ શરૂ કરવાને લઈને ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દિવાળી બાદ રાજ્યની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય આરંભ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે શરૂઆતના તબક્કામાં માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો ચાલુ કરવા વિચારણા કરવામાં આવી છે. આમ છતાંય આ બાબતે રાજ્યના આરોગ્ય વિભાગ સાથે આ મુદ્દે પરામર્શ કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

            આ સાથે ભુપેન્દ્ર ચુડાસમાએ કહ્યું કે શાળાઓ શરૂ કરતાં પહેલાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝર જેવી કોરોનાને લગતી તમામ સાવચેતીના પગલાંનું ધ્યાન રાખવામાં આવશે.

One thought on “રૂપાણી સરકારનો અંતિમ નિર્ણય – દિવાળી પછી શાળામાં શૈક્ષણિક કાર્યનો આરંભ

 • Avatar
  November 5, 2020 at 3:10 PM
  Permalink

  Corona kuchh nahi hai … Sab bakwas hai… politics hai yeh….corona nahi..

  Yeh ek tantra kiya sarkar ne…or hum fass gye

  School, college khulne chahiye

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *