CM યોગી આદિત્યનાથએ કામમાં બેદરકારી કરવા બદલ 2 કમિશ્નરને સસ્પેન્ડ કરી નાખ્યા

626 Views

ઉત્તરપ્રદેશ –         ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના નિર્ણયને લઈને સમાચારોમાં હમેંશા ચમકતા રહે છે. ત્યારે વધુ એક વખત તેમણે એવો મજબૂત નિર્ણય લીધો છે કે તેના પડઘા રાજ્યના સરકારી અધિકારીઓ અને બાબુઓના મનમાં પડ્યા છે. જેમાં કામમાં ઉદાસીનતા અને અનિયમિતતાના આરોપો બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બહરાઇચ અને વારાણસીના ડેપ્યુટી કમિશ્નર (સ્વરોજગાર) ને સસ્પેન્ડ કરવા આદેશ આપ્યો છે. હવે બંને અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલયએ બુધવારે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *