બિહારમાં 50 લોકો ભરેલી હોડી ઉંધી પડી, સૌથી મોટો અકસ્માત સર્જાયો.

864 Views

બિહાર –           દેશમાં છેલ્લા કેટલાય દિવસોથી મોટા અકસ્માત સામે આવી રહ્યા છે. ત્યારે બિહારમાં પણ મોટો અકસ્માત સામે આવ્યો છે. જેમાં બિહારના ભાગલપુરમાં હોડી પલટવાથી પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. જ્યારે કેટલાંય લોકો લાપતા થઇ ગયા છે. આ અકસ્માત નૌગછિયાના કરારી તીનટંગા દિયારામાં બની છે.

ગંગાની ઉપધારામાં હોડી પલટી ગઇ. ખેતરમાં કામ કરતાં લોકોનું માનીએતો આ હોડીમાં 50 લોકો સવાર હતા. આ હોડીમાં મહિલાઓ અને બાળકો પણ સવાર હોવાની માહિતી મળી છે. આ દૂર્ઘટનમાં સૂત્રોને મળતી જાણકારી મુજબ 30 લોકોને બચાવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *